જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાએ છેલ્લા 10 દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમા આજે સેનાએ એક પાકિસ્તાની આતંકીને જીવતો પકડ્યો છે. સાથેજ અન્ય આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.
કાશ્મીરના ઉરીમાં સેનાએ એક આતંકીને જીવતો પકડ્યો
ઓપરેશન દરમિયાન 1 આતંકીને ઠાર કરવામાં આવ્યો
સેનના કુલ 3 જવાનો ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ
One terrorist neutralised by Indian Army in the Uri sector, Jammu and Kashmir, while another surrendered before the troops during the operation: Sources
જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. જેના પરિણામે સેના પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. થોડાક દિવસો પહેલાજ સેનાએ ઉરીમાં 3 આંતકીઓને ઠાર કર્યા હતા ત્યારે વધુંમાં ફરી સેનાને મોટી સફળતા મળી છે. ઉરીમાં મેરાથન ઓપરેશન દરમિયાન સેનાએ એક આંતકીને જીવતો પકડ્યો છે.
3 જવાનો ઘાયલ
સમગ્ર ઓપરેશનમાં એવી માહિતી સામે આવી છે કે સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે. સાથેજ અન્ય એક આતંકીને સેનાએ જીવતો પકડ્યો છે. જેને આજે સેના દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે આ ઓપરેશનમાં સેનાના 3 જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
10 દિવસથી સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું
આપને જણાવી દઈએ કે ગત 18 સપ્ટેમ્બરથી સેનાએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. અને છેલ્લા 10 દિવસથી સેના આ ઓપરેશન પર કામ કરી રહી હતી. LOC પાસે ઉરીમાં આતંકીઓએ ઘુસણખોરી કરી હતી જે માહિતી સેનાને મળ્યા બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું જેમા અત્યાર સુધીમાં કુલ 4 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. સાથેજ એક આતંકીને આજે સેનાએ જીવતો પકડ્યો છે.
આતંકી પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યા
ઉલ્લેખનીય છે કે જે આંતકી જીવતો પકડાયો છે કે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. આજે સેના તેને કોર્ટમાં પણ હાજર કરશે. ઝડપાયેલા આતંકી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને બોમ્બ મળી આવ્યા છે. જેમા કુલ 5 AK-47. 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ આતંકી પાસેથી મળ્યા છે. સમગ્ર મામલે સેનાનું કહેવું થે કે પાકિસ્તાન કાશ્મીરમાં પરિસ્થિતી બગાડવા માગે છે. જેથી કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી હવે વધી છે.