બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / In the first month of the new year, the people of this zodiac sign will get the full support of fate, know the status of your zodiac sign.

રાશિભવિષ્ય / નવા વર્ષના પહેલા મહિને આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરો સાથ, અંગત અને આર્થિક જીવનમાં થશે આવા ફાયદા, જાણો તમારી રાશિનો હાલ

Megha

Last Updated: 05:57 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો તમામ રાશિઓ માટે કેવો રહેશે? ચાલો જાણીએ..

  • નવા વર્ષનો પહેલો મહિનો ઘણા લોકો માટે અદ્ભુત રહેશે
  • થોડા લોકોને આ સમયગાળા દરમિયાન પડકારોનો સામનો કરવો પડશે 
  • જાન્યુઆરી મહિનો તમામ રાશિઓ માટે કેવો રહેશે? જાણો 

નવા વર્ષ એટલે કે વર્ષ 2023ની શરૂઆત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે એવામાં દરેક લોકો નવા વર્ષની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. જ્યોતિષીઓના મતે નવા વર્ષનો પહેલો મહિનો ઘણા લોકો માટે અદ્ભુત રહેશે તો કેટલાક લોકોને આ સમયગાળા દરમિયાન પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો તમામ રાશિઓ માટે કેવો રહેશે? ચાલો જાણીએ.. 

મેષ 
નવા વર્ષનો પહેલો મહિનો મેષ રાશિવાળા લોકો માટે ઘણો શુભ સાબિત થશે. જાન્યુઆરી મહિનામાં જો આ રાશિના જાતકો કોઈ નવી વસ્તુની શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છે તો આ સમય એમની માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. આ સાથે જ પ્રેમ અને વિવાહિત જીવનમાં પણ સમય સારો રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પણ આ રાશિના લોકોએ કરિયર ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. કામના વધુ પડતા દબાણ અને તણાવને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. 

વૃષભ
વૃષભ રાશિના લોકો માટે નવા વર્ષનો પહેલો મહિનો થોડો સારો તો થોડો ખરાબ સાબિત થશે. આ મહિનામાં વૃષભ રાશિના જાતકોએ પોતાના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ રહેશે પણ આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. નવી પ્રોપર્ટીમાં પણ રોકાણ થવાના સંયોગ બની રહ્યા છે સાથે જ આ મહિને તમારી આવક વધી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે પડકારજનક સાબિત થઈ શકે છે. સાથે જ પ્રેમ અને વિવાહિત જીવનમાં ઝઘડા અને ગેરસમજ ઊભી થઈ શકે છે. 

મિથુન 
નવા વર્ષનો પહેલો મહિનો મિથુન રાશિવાળા લોકો માટે ઘણો સારો રહેવાનો છે. આ દરમિયાન તમને મુસાફરી કરવાની ઘણી તકો સાથે આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. પણ આ મહિને નોકરી કરતા લોકોના સિનિયર સાથેના સંબંધો બગડી શકે છે. જાન્યુઆરી મહિનામાં પરિણીત લોકોએ પોતાના જીવનસાથી સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

કર્ક
કર્ક રાશિના જાતકોએ વર્ષના પહેલા મહિનામાં પોતાના અંગત જીવન અને કરિયર બંને પર ધ્યાન આપવું પડશે. સારા પરિણામો માટે સખત મહેનત કરવી પડશે. જો કર્ક રાશિના પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા જીવનમાં એક કોઈ નવા વ્યક્તિનો પ્રવેશ થશે અને એ કારણે આ મહિને કામ અને લવ લાઈફને સાથે લઈને ચાલવું પડશે. કરિયરમાં સિનિયર તરફથી પ્રશંસા મળશે તો સહકર્મીઓ તમારાથી ઈર્ષ્યા અનુભવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો સાબિત થશે. 

સિંહ
સિંહ રાશિના જાતકોને વર્ષના પહેલો મહિનો મિશ્રિત એટલે કે સારા અને ખરાબ બંને પરિણામો વાળો હશે. ઓફિસમાં સિનિયર સાથે કેટલાક મતભેદોનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ જાન્યુઆરી મહિનામાં કોઈપણ વિવાદમાં ન પડો અ. સાથે જ કોઈપણ રોકાણમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો તમે લાંબી બીમારીથી પરેશાન છો તો આ મહિને તમને રાહત મળશે. પારિવારિક જીવનની વાત કરી તો આ મહિને તે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. 

કન્યા
કન્યા રાશિના લોકો માટે નવા વર્ષનો પહેલો મહિનો થોડો સારો તો થોડો ખરાબ સાબિત થશે. કરિયર-બિઝનેસમાં કોઈ મોટો અવરોધ દૂર થશે પણ આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આ મહિને તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન લોન લેવાનું ટાળવું જોઈએ.વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. 

તુલા
વર્ષના પહેલા મહિનામાં તુલા રાશિવાળાએ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. કરિયરને લઈને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સમય તમારા માટે સારો છે. જો કે આ મહિને સમજદારીપૂર્વક ખર્ચ કરો નહીંતર તમારું બજેટ બગડી શકે છે અને આ મહિનામાં તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોએ નવા વર્ષના પહેલા મહીને પોતાની બુદ્ધિ અને સમજદારીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો પડશે. આ મહિને તમારી આવકમાં વધારો થશે. સાથે જ તમારો ખર્ચ ઘણો વધી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય તમારા માટે સારો રહેશે પણ સાથે જ રોકાણ કરવામાં થોડું સમજીને કરવું પડશે. આ મહિને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  વિવાહિત જીવનમાં કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે. 

ધનુ
આ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો સાબિત થશે. જો કે વસ્તુઓને સમય આપો અને કાર્યસ્થળે ધીરજ રાખો. જાન્યુઆરી મહિનામા સફળતા અને સારા પરિણામ પણ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખો, સાથે જ આ સમય પર કોઈને લોન ન આપો. sathe j લાંબા સમયથી બીમારીથી પીડિત લોકોને આ સમયગાળા દરમિયાન રાહત મળશે. આ દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર અને હળવાશ અનુભવશો. 

મકર
સ્વાસ્થ્યની દૃષ્ટિએ મકર રાશિના લોકો માટે આ મહિનો અદ્ભુત સાબિત થશે. સાથે જ કાર્યસ્થળમાં મિશ્ર પરિણામો પ્રાપ્ત થશે. કામના વખાણ થશે પણ કાર્યસ્થળ પર સહકર્મી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આ મહિને તમારી આવકમાં વધારો થશે અને તમને કમાણીનો સારો અવસર મળશે. સાથે જ લગ્ન માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે. 

કુંભ
કુંભ રાશિના લોકો માટે આ મહિનો દરેક ક્ષેત્રમાં ઘણો સારો સાબિત થશે. કરિયરના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાની સાથે જ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે. જો કે આ સાથે જ આવકની સાથે ખર્ચમાં પણ અચાનક વધારો થશે.  આ સિવાય સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે સારો સાબિત થશે અને પ્રેમ અને દાંપત્ય જીવન માટે આ સમય ઘણો ફળદાયી સાબિત થશે. 

મીન 
મીન રાશિના લોકો માટે પણ આ મહિનો દરેક ક્ષેત્રમાં શાનદાર રહેવાનો છે. કોર્પોરેટ સેક્ટરના કર્મચારીઓને પ્રમોશન મળવાની સંભાવના છે આ સાથે જ ધૈર્ય રાખીને કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. આ મહિને કોઈપણ પ્રકારની મિલકત અથવા વાહન ખરીદવા માટે સમય અનુકૂળ નથી પણ જમીન અને મકાનમાં રોકાણ માટે ફાયદાકારક સાબિત થશે.  આ મહિનો તમને પ્રેમ અને દાંપત્ય જીવનની દ્રષ્ટિએ મિશ્રિત પરિણામ આપશે. અંગત જીવન સુખદ રહેશે પરંતુ તેની સાથે કેટલીક ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ