બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / In the case of rape with murder, the trial court awarded death sentence in 15 days, the Supreme Court got angry, said to give a chance to the accused

સુનાવણી / ત્રણ જ મહિનાની ફૂલ જેવી બાળકી સાથે રેપ બાદ હત્યા: ટ્રાયલ કોર્ટે 15 જ દિવસમાં ફાંસીની સજા આપી સુપ્રીમ કોર્ટે ભડક્યું, કહ્યું આરોપીને મોકો આપો

Priyakant

Last Updated: 11:53 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ટ્રાયલ કોર્ટની આકરી ટીકા કરી

  • સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની ફાંસીની સજા રદ 
  • આરોપીને ઉતાવળમાં દોષિત ઠેરવવામાં આવ્યો: સુપ્રીમ કોર્ટ 
  • ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી 15 દિવસમાં જ સજા સંભળાવી હતી

Supreme Court News : સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની ફાંસીની સજા રદ કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપીને ઉતાવળમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને પોતાનો બચાવ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી નથી. હવે આ કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પણ ટ્રાયલ કોર્ટની આકરી ટીકા કરી હતી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે આ કેસની ઉતાવળમાં સુનાવણી કરી. આરોપીને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. તેથી કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવી રહ્યો છે, જેથી આરોપીને પોતાનો બચાવ કરવાની યોગ્ય તક મળી શકે. સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે,. ટ્રાયલ કોર્ટમાં ફરી સુનાવણી દરમિયાન આરોપીને પોતાનો કેસ રજૂ કરવા માટે વરિષ્ઠ વકીલ પ્રદાન કરવામાં આવે.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટના વર્ષ 2018ની છે. ટ્રાયલ કોર્ટે 3 મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને માત્ર 15 દિવસમાં સજા સંભળાવી હતી.

File Photo

ટ્રાયલ માત્ર 15 દિવસમાં પૂર્ણ થઈ હતી
એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તે પ્રકાશમાં આવ્યું હતું કે, આ ઘટના 20 એપ્રિલ, 2018ના રોજ બની હતી અને પોલીસે આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ પછી 27 એપ્રિલ 2018 ના રોજ સુનાવણી શરૂ થઈ અને 12 મેના રોજ આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો અને તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે, કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો પરથી એવું લાગતું નથી કે, આરોપીના વકીલને તેના બચાવ માટે પૂરતા દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં.

હાઈકોર્ટ પર પણ નારાજગી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે આરોપીઓને કેટલાક મેડિકલ રિપોર્ટને પડકારવાની મંજૂરી આપી નથી. આ પણ ખોટું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે આરોપી સાથે એવું વર્તન કર્યું કે, જાણે તેની પાસે પોતાને બચાવવા માટે જાદુઈ છડી હોય અને તે તેને તરત જ હાજર કરશે. તેને પૂરતી તક આપવામાં આવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ