બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Surendranagar, a dumper coming like a drunken bull killed a young woman.

અકસ્માત / સુરેન્દ્રનગરમાં માતેલા સાંઢની માફક આવતા ડમ્પરે યુવતીનો ભોગ લીધો, અડફેટ બાદ યુવતીનું કમકમાટીભર્યું મોત

Kiran

Last Updated: 09:15 AM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, 17 વર્ષની યુવતી જ્યારે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત

  • ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા મૃત્યુ
  • રેલવે ઓવરબ્રીજ નજીકની ઘટના
  • પુરપાટ ઝડપે આવી રહ્યું હતું ડમ્પર

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક યુવતીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 17 વર્ષની યુવતીએ જીવ ગુમાવતા પરિવાર શોક મગ્ન થઈ ગયો છે.

સુરેન્દ્રનગરના રેલવે ઓવરબ્રીજ નજીક અકસ્માત

ગઈ કાલ સાંજે સુરેન્દ્રનગર ઓવર બ્રિજ પર સાઈકલ લઈ ટ્યૂશનની ઘરે પરત ફરી રહેલી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવતી ડમ્પર નીચે કચડાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ઓવર બ્રીજ પર રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટની સ્થળે આવી પહોંચી હતી અને આગાળની કાર્યવાહી હાથ ધરી હતી.   


અકસ્માતને પગલે રસ્તાની બંને તરફ ટ્રાફિક જામ

જ્યારે સમગ્ર ઘટનની પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવાર પર જાણ આભ ફાટ્યું હોય તેમ હૈયાફાટ રૂદન કરતા આસપાસ રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. મહત્વનું છે કે પ્રત્યકદર્શીએ માહિતી આપતા જણાવ્યું હતું કે યુવતી જ્યારે સાયકલ લઈને જઈ રહી હતી ત્યારે અન્ય વાહનચાલકે ટક્કર મારતા યુવતી ડમ્પર ચાલકની અડફેટે આવી ગઈ જેમાં બાદ યુવતીનું કચડાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.    

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ