બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / In Rajasthan, MP and Chhattisgarh, the names of the CMs will be shocking

કોણ બનશે મુખ્યમંત્રી ? / રાજસ્થાન, MP અને છત્તીસગઢમાં ચોંકાવનારા હશે CMના નામ...: ગુજરાતની જેમ જ સરપ્રાઇઝ આપશે BJP, 10 સાંસદોના રાજીનામા

Priyakant

Last Updated: 03:17 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 State Chief Minister Latest News:હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ બિન-ધારાસભ્યને CM બનાવી શકાય છે

  • રાજસ્થાન, છત્તીસગઢ અને MPમાં ચૂંટણી જીત્યા પછી મુખ્યમંત્રી માટે મંથન 
  • મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ બિન-ધારાસભ્યને CM બની શકે 
  • મધ્યપ્રદેશના સીટીંગ CM શિવરાજસિંહ ચૌહાણના ફરી મુખ્યમંત્રી પદ પર આવવા અંગે શંકા

3 State Chief Minister : રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટી સમક્ષ સૌથી મોટું કામ અહીંના મુખ્યમંત્રીની નિમણૂક કરવાનું છે. આ મંથન વચ્ચે ભાજપ નેતૃત્વએ મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ બિન-ધારાસભ્યને CM બનાવી શકાય છે. જેના કારણે મધ્યપ્રદેશના સીટીંગ CM શિવરાજસિંહ ચૌહાણના ફરી મુખ્યમંત્રી પદ પર આવવા અંગે શંકા છે. કહેવામાં આવી રહ્યું છેke,  ભાજપ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ નવા ચહેરાઓને તક આપી શકે છે. 

સાંસદોએ રાજીનામું આપ્યું
તાજેતરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 સાંસદોમાંથી 10એ બુધવારે સંસદના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપનારા 10 સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા અને એક રાજ્યસભાના સભ્યનો સમાવેશ થાય છે. આ પગલું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીઓની પસંદગી કરવાની પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો એક ભાગ છે. રાજીનામું આપનારા અન્ય સાંસદોમાં દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાકેશ સિંહનો સમાવેશ થાય છે. રેણુકા સિંહ અને મહંત બાલકનાથે રાજીનામું આપ્યું નથી. 

ચૂંટણીમાં ભાજપ પોતાના મોટા પ્રયોગમાં સફળ રહી હતી
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટો પ્રયોગ કર્યો હતો અને આ નિર્ણય પાર્ટીની તરફેણમાં આવ્યો હતો. ભાજપે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં CM ચહેરો જાહેર કર્યો નથી. MPમાં શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢમાં રમણ સિંહ અને રાજસ્થાનમાં વસુંધરા રાજે જેવા મોટા ચહેરા હતા. ચૂંટણી પરિણામોમાં સૌને ચોંકાવી દેતાં ભાજપે ત્રણેય રાજ્યોમાં મોટી જીત નોંધાવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપે 163 બેઠકો, છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો અને રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો જીતી હતી. હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે રાજ્યમાં સીએમ કોણ બનશે?

સૂત્રોનું માનીએ તો હવે થોડાક સમાયમાં ભાજપ  નવા ચહેરાઓને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપશે. મહત્વનું છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, જ્યાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેના પરિણામોમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. જેથી હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈ મંથન ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ