બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / In just 7 years, India will overtake Japan to become world's third largest economy

ઇકોનોમી / માત્ર 7 વર્ષમાં ભારત જાપાનને પછાડી બની જશે વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર: IMF

Malay

Last Updated: 08:36 AM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMFનો અંદાજ છે કે, 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 4.55 ટ્રિલિયન ડોલર રહેશે. જે જર્મનીની અર્થવ્યવસ્થા બરાબર હોઈ શકે છે. 2021-22માં જર્મનીની અર્થવ્યવસ્થા ભારત કરતાં એક ટ્રિલિયન ડોલર વધારે હતી. પરંતુ 4 વર્ષમાં ભારત જર્મનીને પાછળ છોડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થશે. સાથે જ ભારત 2029માં જાપાનને પછાડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે.

ભારતીય અર્થવ્યવસ્થા બ્રિટનને પાછળ છોડીને વિશ્વમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. IMF અનુસાર, વર્તમાન વિકાસ દરના આધારે ભારત 2027માં જર્મની અને 2029માં જાપાનથી આગળ નીકળીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં વિકાસ દર 13.5% રહ્યો છે. આ દરથી ભારતના આ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવાની સંભાવના છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.અરવિંદ વિરમાણીનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સફર આગળ પણ જારી રહેશે અને ભારત આવનારા થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

દેશો પર મંદી આવવાનો મંડરાઈ રહ્યો છે ખતરો 
આર્થિક રીતે વિકસિત વિશ્વના મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ પર રશિયા-યુક્રેન યુદ્ધ, મોંઘવારી વધવાને કારણે સંકટના વાદળો ઘેરાયેલા છે. આ દેશો પર મંદી આવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પરંતુ ભારત દેશને દુનિયાનો ચમકતો સિતારો બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે IMFએ વિશ્વના ઘણા દેશોના વિકાસ દરના અનુમાનને ઘટાડ્યો છે, પરંતુ તેમનું માનવું છે કે આ તમામ પડકારો છતાં ભારતીય અર્થતંત્ર (Indian Economy) ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે અમેરિકા અને ચીન કરતાં વધારે છે.

ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત 
ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને 2028-30 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2014માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા નંબરની સૌથી મોટી હતી, તેથી 7 સ્થાનોનો ફેરફારને જોઈ શકાય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારત હવે તેની અર્થવ્યવસ્થાના આકારના સંદર્ભમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીથી હવે વધારે પાછળ નથી. IMF અનુસાર, 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થા જર્મનીની સમકક્ષ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. 2026-27માં ભારતીય અર્થતંત્રનું કદ વધીને 4.94 ટ્રિલિયન ડોલર થઈ જશે અને તે પછી વર્ષ 2027-28માં ભારતીય અર્થવ્યવસ્થા જાપાનના 5.17 ટ્રિલિયન ડોલરની સામે વધીને 5.36 ટ્રિલિયન ડોલર થઈ જશે.

યુનાઇટેડ કિંગડમને છોડ્યું પાછળ 
2021-22માં ભારતીય અર્થતંત્રનું કદ 3.18 ટ્રિલિયન ડોલર હતું. જ્યારે 2021માં યુકે (United Kingdom)ની અર્થવ્યવસ્થાનું કદ 3.19 ટ્રિલિયન ડોલર હતું. ભારતમાં એપ્રિલથી માર્ચ સુધીના સમયગાળાને નાણાકીય વર્ષ માનવામા આવે છે. જ્યારે યુકેમાં કેલેન્ડર વર્ષને જ નાણાકીય વર્ષ માનવામાં છે. તાજેતરમાં ભારતીય અર્થવ્યવસ્થા યુનાઇટેડ કિંગડમને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થઈ છે. જો કે, આ ડેટા ત્રિમાસિક આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.

4 વર્ષોમાં જર્મનીને પાછળ છોડી દેશે ભારત 
IMFનો અંદાજ છે કે, 2022-23ના નાણાકીય વર્ષના અંતે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 3.47 ટ્રિલિયન ડોલર હશે અને યુકેનું 3.2 ટ્રિલિયન ડોલર હશે. 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 4.55 ટ્રિલિયનો ડોલર રહેશે. જે જર્મનીની બરાબરી પર રહી શકે છે. 2021-22માં જર્મનીની અર્થવ્યવસ્થા ભારત કરતાં એક ટ્રિલિયન ડોલર વધારે હતી. પરંતુ 4 વર્ષમાં ભારત જર્મનીને પાછળ છોડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ