બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / In earlier elections, ballot boxes were prepared something like this

લોકસભા ચૂંટણી 2024 / પહેલા ચૂંટણીમાં બેલેટ બોક્સ કંઇક આ રીતે તૈયાર કરાતા, એકની કિંમત હતી માત્ર 4 રૂપિયા, જાણો ઇતિહાસ

Priyakant

Last Updated: 10:09 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 : ચૂંટણી પંચની ચિંતા એ હતી કે મતપેટી એવી હોવી જોઈએ કે તેની સાથે છેડછાડ ન થઈ શકે. તે જોઈને મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ કેળવવો જોઈએ.

Lok Sabha Election 2024 : હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી ચાલી રહી છે. પણ શું તમને ખબર છે દેશમાં પહેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે મતપેટીઓ કેવી રીતે ગોઠવવામાં આવશે તેવો મુદ્દો ઉભો થયો હતો. તેમજ આ બોક્સ કયા માપના રાખવા જોઈએ. ચૂંટણી પંચની ચિંતા એ હતી કે મતપેટી એવી હોવી જોઈએ કે તેની સાથે છેડછાડ ન થઈ શકે. તે જોઈને મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ કેળવવો જોઈએ. ઉપરાંત મતપેટીનો ઉપયોગ કરવાની સગવડતા હોવી જોઈએ. 2 લાખથી વધુ મતદાન મથકો માટે લગભગ 20 લાખ મતપેટીઓની જરૂર હતી. તેથી તે ખૂબ ખર્ચાળ ન હોવા જોઈએ તેનું ધ્યાન રાખવું જરૂરી હતું.

બોક્સને લોક કરવાની જરૂર નથી
ચૂંટણી પંચે નક્કી કર્યું હતું કે, તમામ મતપેટીઓ સ્ટીલની બનેલી હશે જે માપણી દ્વારા નક્કી કરવામાં આવશે. બોક્સ એવા હોવા જોઈએ કે અલગ તાળાઓની જરૂર ન હોય. દરેક બોક્સ 8 ઈંચ ઉંચુ, 9 ઈંચ લાંબુ અને 7 ઈંચ પહોળું હોવું જોઈએ. બોક્સ 20 ગેજ સ્ટીલના બનેલા હતા. ડિઝાઈન એવી રાખવામાં આવી હતી કે, બોક્સનો કોઈ ભાગ બહાર ન નીકળે. આનાથી બોક્સને એકસાથે પેક કરવાનું સરળ બન્યું હોત.

File Photo

કોણે બનાવી હતી ડિઝાઇન ? 
બોક્સ બનાવવા માટે કંપનીઓ પાસેથી ડિઝાઈન અને કિંમતો મંગાવવામાં આવી હતી. મેસર્સ ગોદરેજ એન્ડ બોયસે બોક્સ દીઠ રૂ. 5, ઓલવિન મેટલ્સ લિમિટેડ હૈદરાબાદ રૂ 4 રૂપિયા 15 આના, બેંગો સ્ટીલ ફર્નિચર લિમિટેડ, કલકત્તાએ રૂ. 4 રૂપિયા 6 આના અને ઓરિએન્ટલ મેટલ પ્રેસિંગ વર્ક્સ, બોમ્બે રૂ. 4 રૂપિયા 15 આનાનો ભાવ દર્શાવ્યો હતો. 

વધુ વાંચો: '4 જૂનના રોજ એક નહીં, બે સરકાર રચાશે', હિમાચલને લઇને પૂર્વ CMનો ચોંકાવનારો દાવો

આ સિવાય ઘણી કંપનીઓએ ઉત્તર પ્રદેશ સરકાર વતી પ્રાઇસ ક્વોટસ આપ્યા હતા. તેમાં ઇમ્પિરિયલ સર્જિકલ કંપની લખનૌ, ગણેશદાસ રામગોપાલ એન્ડ સન્સ લખનૌ, પીપલ આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કાનપુર અને દિલ્હી આયર્ન એન્ડ સ્ટીલ કંપની ગાઝિયાબાદ જેવા એકમોનો સમાવેશ થાય છે. રાજ્યોને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન મુજબ કોઈપણ એકમમાંથી મતપેટી બનાવવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતપેટી તૈયાર કરવા માટે કુલ 1 કરોડ 22 લાખ 87 હજાર 349 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ