બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, dumper drivers are running aimlessly on city roads despite daytime bans

યમરાજ / અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ, દિવસે પ્રતિબંધ છતાં કોના છૂટા દોર હેઠળ નિયમોને બ્રેક

Vishnu

Last Updated: 11:25 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે? ક્યાં સુધી આમ જનતાનો ભોગ લેતા રહેશે ડમ્પરો?

  • ડમ્પર બન્યા યમરાજ
  • શહેરમાં નંબર પ્લેટ વિનાના ડમ્પરો
  • ડમ્પરના કારણે અનેક લોકોએ ગુમાવી ચૂક્યા છે જીવ 

ન નંબર  ન લાઈસન્સ ન તો શહેરમાં કોઈ રોકનાર જો તમે બાઈક લઈને નિકળ્યા તો તમારા જીવની જવાબદારી તમારી ખુદની રહેશે  ન કે બેફામ રીતે દોડતા ડમ્પરની કારણ કે, ડમ્પર ચાલકો પર તો તંત્રના ચાર હાથ છે

અમદાવાદમાં જીવલેણ ડમ્પરનું રાજ! 
ગમે ત્યારે.. ગમે તે સમયે અમદાવાદમાં ડમ્પર તમને અડફેટે લઈ શકે છે.. કારણ કે, અમદાવાદમાં ડમ્પર ચાલકોને રોકનારું કોઈ નથી.અને ખાસ કરીને એવા ડમ્પર ચાલકોને જેમના પર તંત્રના જ ચાર હાથ છે.. વિશ્વાસ ન હોય તો બેફામ ગતિએ દોડતા આ ડમ્પરોને જોઈ લો. આ ડમ્પરો ડશમ્પગ સાઈડ પર કોન્ટ્રાક્ટ પર ચાલી રહ્યા છે. મહાનગરપાલિકાનું કામ હોવાથી તેમને દિવસે પણ શહેરમાં ગમે ત્યાં ફેરવવાની છૂટ હોય છે. બીજી તરફ આ ડમ્પરોમાંથી કેટલાક પર નંબર પ્લેટ જ નથી હોતી.જ્યારે કેટલાકની નંબર પ્લેટ પર માટી જામી જતા નંબર નથી દેખાતા. અને એકસ્માત થાય તો સરળતાથી ભાગી જાય છે.. જોકે અમે આ ડમ્પર ચાલકો સાથે વાત કરી તો ચોંકાવનારી બાબત તો એ સામે આવી કે, તેમની પાસે પોતાના લાયસન્સ પણ નહોતા.   

રાત્રીના 10 વાગ્યા પછી જ મોટા વાહનોને મળે છે શહેરમાં પ્રવેશ 
શહેરમાં મોટા વાહનોને દિવસ દરમિયાન પ્રવેશ માટે મંજૂરી ન હોવાથી ટ્રાવેલ્સથી લઈને અન્ય કોઈપણ માલવાહક વાહનો શહેરમાં પ્રવેશ કરતા નથી. માત્ર સત્તાધિશોના મળતિયાઓના વાહનો ફરે છે.. અથવા તો કોર્પોરેશનના વાહનો. અને આ વાહન ચાલકો એટલી સ્પીડ પર જતા હોય છે કે, મહિનામાં 2 થી 3 લોકોનાં તેની અડફેટે આવતા મૃત્યું થાય છે.. પરંતુ તેમને રોકનાર કોઈ નથી. 

VTVના સળગતા સવાલ

અહીં સવાલ એ થાય છે કે, પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે? શું આ ડમ્પરો માટે શહેરમાં કોઈ કાયદો નથી? ક્યાં સુધી આમ જનતાનો ભોગ લેતા રહેશે ડમ્પરો? સવાલો અનેક છે. પરંતુ આશા રાખીએ કે, અમારા આ રિપોર્ટ પછી તંત્ર લોકોનો ભોગ લેતા આવા બેફામ ચાલતા ડમ્પરો પર નિયમોની બ્રેક લગાવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ