બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Implementation of new jantri in Gujarat from today

અમલીકરણ / ગુજરાતમાં આજથી નવી જંત્રીનો અમલ: આ લોકોને ચાર મહિના સુધી જૂના ભાવનો મળશે લાભ, તંત્રને થઈ કરોડોની આવક

Vishal Khamar

Last Updated: 06:35 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી જંત્રીનાં નવા ભાવ અમલી બનતા સબ રજીસ્ટ્રાર ઓફિસો પર દસ્તાવેજ નોંધણી કરાવવા માટે લોકોની ભીડ ઉમટી છે. ત્યારે 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 2 હજારો લોકોએ દસ્તાવેજ નોંધણી કરાવી હતી. જેથી સરકારી તિજોરીને કરોડોની આવક થવા પામી હતી.

  • જંત્રીના નવા ભાવ આજથી અમલમાં
  • સબ રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારોની લાઈન
  • 159 લોકોને ટોકન અપાયા

આજથી જંત્રીનાં નવા ભાવનું અમલીકરણ શરૂ થયું છે. ત્યારે 14 એપ્રિલ સુધી સહી થયેલા દસ્તાવેજોની 4 મહિના સુધી જૂની જંત્રી મુજબ નોંધણી થઈ છે.  જૂની જંત્રી મુજબ સોલા- બોપલ સબ રજીસ્ટ્રાર કચેરી પર અરજદારોની લાઈન લાગી છે. સોલા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 159 લોકોને ટોકન આપવામાં આવ્યા છે. ત્યારે 1 થી 14 એપ્રિલ સુધી સોલા કચેરીમાં જૂની જંત્રી મુજબ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી. જેમાં 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 2 હજાર લોકોએ દસ્તાવેજની નોંધણી કરાવી છે. સરકારી તિજોરીમાં દસ્તાવેજ નોંધણીની 2 કરોડ 87 લાખની આવક થવા પામી છે. માર્ચ મહિનામાં 3 હજાર 405 દસ્તાવેજોમાંથી 42 કરોડ સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી હતી. દસ્તાવેજ નોંધણીની 7 કરોડ 76 લાખની આવક થવા પામી છે. 

બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા 
ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં આવશે. જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા  તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો અમલમાં મૂકવામાં આવશે. ત્યારે રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી જણાવ્યું છે. વધુમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવા નક્કી કરાયું છે. જ્યારે જમીન + બાંધકામના સંયુકત દરમાં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું,  તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની  ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવામાં આવ્યા છે.

વધુમાં ખેતીથી - ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે. જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં આવશે નહી! ઉપરાંત ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ