બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Impermissible For A Person Below 18 Years Of Age To Be In A 'Live In Relation', Such Acts Are Immoral, Illegal: Allahabad High Court

HCનો ચુકાદો / 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિનો લિવ ઈન રિલેશન અનૈતિક અને ગેરકાયદેસર, જાણો HCએ શું આપ્યું કારણ

Hiralal

Last Updated: 04:47 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિવ ઈન રિલેશનને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિનું લિવ ઈન રિલેશનમાં રહેવું અનૈતિક અને ગેરકાયદેસર છે.

  • લિવ ઈનને લઈને અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિની લિવ ઈન રિલેશન અસ્વીકાર્ય
  • આવા લોકોની લિવ ઈન રિલેશનશીપ ગેરકાયદેસર

લિવ ઈન રિલેશનશીપને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરનું "બાળક" લિવ-ઇન-રિલેશનશિપમાં ન હોઈ શકે. આમ કરવું એ માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર કૃત્ય હશે.

18 વર્ષથી વધુ વયની વ્યક્તિ જ લિવ ઈનમાં રહી શકે 
કોર્ટે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપને લગ્ન તરીકે સ્વીકારવાની ઘણી શરતો છે અને કોઈ પણ સંજોગોમાં, વ્યક્તિ પુખ્ત વયની (18 વર્ષથી ઉપર) હોવી જોઈએ, પછી ભલે તે લગ્નની ઉંમર (21 વર્ષ) ન હોય. જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-18ની બેન્ચે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરનો આરોપી પુખ્ત વયની યુવતી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાના આધાર પર સુરક્ષા માંગી શકે નહીં અને આ રીતે તે પોતાની વિરુદ્ધ ક્રિમિનલ ટ્રાયલને રદ કરવાની માંગ કરી શકે નહીં. કારણ કે તેનું કૃત્ય "કાયદામાં માન્ય નથી અને તેથી ગેરકાયદેસર છે. 

શું હતો કેસ 
કોર્ટે એફઆઈઆર રદ કરવાની માંગ કરતી 19 વર્ષીય છોકરી અને 17 વર્ષીય છોકરા દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિટ અરજીને ફગાવી દેતા આ મુજબની ટીપ્પણીઓ કરી હતી. છોકરા વિરુદ્ધ આઈપીસીની કલમ 363, 366 હેઠળ છોકરીનું અપહરણ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અરજદારોનો કેસ એવો હતો કે આ કેસમાં છોકરી પુખ્ત વયની છે અને તેણે સ્વેચ્છાએ પોતાનું ઘર છોડી દીધું છે, તેથી આઈપીસીની કલમ 363 હેઠળ કોઈ ગુનો બનતો નથી. પીડિતાએ એક પૂરક સોગંદનામું પણ દાખલ કર્યું હતું જેમાં જણાવાયું હતું કે અરજદાર પુખ્ત વયની છે અને તે પોતાની મરજીથી સાથે ગઈ હતી. આ બન્નેએ 27 એપ્રિલ, 2023 ના રોજ એકબીજા સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને યુવતીના પરિવારના સભ્યએ 30 એપ્રિલે એફઆઈઆર નોંધાવી હતી. ત્યાર બાદ 13 મેના રોજ હાલની અરજી દાખલ કર્યા બાદ ફરિયાદી પક્ષે પ્રયાગરાજથી યુવતીનું અપહરણ કરી તેમના ગામ લઈ ગયા હતા, જો કે 15 મેના રોજ યુવતી કોઇ પણ રીતે ભાગવામાં સફળ રહી હતી અને છોકરાના પિતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર કહાણી સંભળાવી હતી.

18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક મનાય છે 
કોર્ટે વધુમાં કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક માનવામાં આવે છે અને આવું બાળક લિવ ન રિલેશનશિપમાં રહી શકે નહીં અને આ માત્ર અનૈતિક કૃત્ય જ નહીં પરંતુ પોતાનામાં પણ ગેરકાયદેસર હશે. કોર્ટે કહ્યું કે આવા સંબંધને "જમીનના કોઈપણ કાયદા હેઠળ કોઈ રક્ષણ આપવામાં આવ્યું નથી" સિવાય કે બે પુખ્ત વ્યક્તિઓને તેમનું જીવન જીવવાનો અધિકાર છે અને તે હદ સુધી, તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ થવું આવશ્યક છે. કોર્ટે કહ્યું કે, લિવ-ઇન-રિલેશનશિપને પ્રતિબંધિત કરતો કોઈ કાયદો નથી. આ કિસ્સામાં છોકરો પુખ્ત વયનો કે 18 વર્ષનો નથી અને બાળક હોવાથી તેને આવા સંબંધો બાંધવાની મંજૂરી આપી શકાય નહીં.  વધુમાં, કેસની હકીકતોને ધ્યાનમાં લેતા, કોર્ટે અવલોકન કર્યું હતું કે હાલના કેસમાં લિવ-ઇન-રિલેશનશિપની પ્રવૃત્તિ અત્યંત ટૂંકા ગાળાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ