બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / IMD Weather update july 7 delhi madhya pradesh lucknow rajasthan rainfall

આગાહી / ગુજરાત-મહારાષ્ટ્ર, UP સહિતના આ રાજ્યોમાં આજે મેઘો વરસશે અનરાધાર, IMDએ એલર્ટ જાહેર કર્યું

Arohi

Last Updated: 08:42 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની માનીએ તો આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. IMDની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતના ઉત્તરી ભાગોમાં 9 જુલાઈથી વરસાદની તીવ્રતા વધશે.

  • આગામી 2 દિવસ પડી શકે છે ભારે વરસાદ 
  • આ રાજ્યોમાં છે વરસાદની આગાહી 
  • દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી 

દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમુક રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં કમી આવશે. તો ત્યાં જ અમુક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધતી જશે. હવામાન વિભાગની તરફથી આપેલી જાણકારી અનુસાર આજથી દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં કમી નોંધાશે. 

આ રાજ્યોમાં પડશે વરસાદ 
હવામાન વિભાગ અનુસાર કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ત્યાં જ સેન્ટ્રલ ભારતના ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી વધશે. જો ભારતના ઉત્તરી ભાગોની વાત કરવામાં આવે તો 9 જુલાઈથી અહીંના રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અન બે દિવસ સુધી ભારે વરસાદ પડશે. 

નવી દિલ્હીનું વાતાવરણ
દેશની રાજધાની નવી દિલ્હીમાં ગુરૂવારની સવારની શરૂઆત ભારે વરસાદની સાથે થઈ હતી. ત્યાર બાદ આખો દિવસ હવામાન ઠંડુ રહ્યું. ત્યાં જ આજની વાત કરવામાં આવે તો આજે પણ નવી દિલ્હીમાં હલ્કા વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો આજે ન્યૂનતમ તાપમાન ઓછુ થઈને 26 ડિગ્રી પહોંચી જશે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. હવામાન વિભાગની માનીએ તો આજથી આવનાર પાંચ દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે.

અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ 
હવામાન વિભાગ અનુસાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમના અમુક ભાગમાં અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. 

તેની સાથે જ ઉત્તર પૂર્વ ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષ્યદ્વીપ, આંતરિક કર્ણાટક, તેલંગાના, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હલ્કાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ