બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / imd rainfall alert weather update 3 february heavy rain forecast

એલર્ટ એલર્ટ.. / ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદી કમઠાણના એંધાણ, હવામાન વિભાગની ટેન્શનવાળી આગાહી

Arohi

Last Updated: 05:23 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Rainfall Alert: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી પાંચ ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થવા જઈ રહ્યો છે.

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં પડશે વરસાદ 
  • આવનાર ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ 
  • હવામાન વિભાગે કરી આગાહી 

દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીની વાપસી થઈ રહી છે. ઉત્તર ભારતમાં દિવસના સમયે તાપ રહેવાના કારણે લોકોને રાહત મળી રહે છે. જોકે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી પાંચ ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ વરસાદ થશે. 

આ સમયે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરી રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સબ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ન્યૂનતમ તાપમાન 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આજે સૌથી ઓછુ તાપમાન હરિયાણાના કરનાલમાં 5.4 ડિગ્રી સેલ્સિય રહ્યું. 

આ રાજ્યોમાં રહેશે વરસાદ 
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ હલકાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. પાંચ ફેબ્રુઆરીએ પણ છુટા છવાયા વરસાદનું એલર્ટ છે. તેના ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાનમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ વરસાદ થવાની સંભાવના છે. તેના ઉપરાંત આ રાજ્યોમાં બરફના કરા પણ પડવાની આગાહી છે. 

યુપીમાં પણ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ વરસાદ અને બરફના કરા પડવાની ચેતાવણી આપવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચાર ફેબ્રુઆરીએ પણ ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ 40 કિમી પ્રતિ કલાકની રફ્તારથી પવન ફુકાશે. 

આ રાજ્યોમાં રહેશે ઠંડી 
ત્યાં જ ઠંડીની વાત કરવામાં આવે તો પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં પાંચ અને છ ફેબ્રુઆરીએ ખૂબ જ ધુમ્મસ જોવા મળી શકે છે. ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ, ત્રિપુરામાં ચાર અને પાંચ ફેબ્રુઆરીએ ધુમ્મસ જોવા મળશે. ત્યાં જ હિમાચલ પ્રદેશમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કોલ્ડ ડેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો: CM અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ: ધારાસભ્યોને ખરીદવા મુદ્દે માંગ્યા પૂરાવા

ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે હવે આવનાર દિવસોમાં ઠંડી ઓછી થશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આવનાર દિવસોમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીથી વધારે થવાનું છે. તેના ઉપરાંત, પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આવનાર બે દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ