IMDએ પોતાના હવામાન રિપોર્ટમાં ભારે અને છૂટાછવાયા વરસાદવાળા સ્થાનોને લઈને આવનારા 7 દિવસોનું એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવનારાં 7 દિવસો માટેની IMDએ જાહેર કરી રિપોર્ટ
રિપોર્ટ અનુસાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તમિલનાડુ અને પોંડીચેરીનાં કેટલાક વિસ્તારોમાં આવનારાં 7 દિવસો સુધી વરસાદની સંભાવના દર્શાવી છે. રિપોર્ટ અનુસાર તમિલનાડુનાં ઉત્તરી ભાગમાં ચક્રવાત પરિભ્રમણ થઈ રહ્યું છે. IMDએ ચેન્નઈનાં ક્ષેત્રીય કેન્દ્રને પોતાની નવી રિપોર્ટમાં કહ્યું છે કે સોમવારે તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલ ક્ષેત્રોમાં એક અથવા 2 સ્થાનો પર કડાકાભડાકા સાથે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.
ભારે વરસાદની આગાહી
રિપોર્ટ અનુસાર દિવસનાં સમયે નીલગિરી, તિરુપત્તૂર અને વેલ્લોર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની આશંકા છે. જ્યારે તિરુવન્નમલાઈ, રાનીપેટ, તિરુલ્લુર, કાંટીપુરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કૃષ્ણાગિરી, ધર્મપુરી, સલેમ અને કોયંબટૂર જિલ્લાઓની ઘાટીવાળા ક્ષેત્રોમાં ભારે વરસાદ વરસી શકે છે.
#तमिलनाडु#पुडुचेरी#कराइकल, के विभिन्न क्षेत्रों में 25 सितंबर को भारी से बहुत भारी वर्षा की संभावना है। वर्षा के इस ऑरेंज अलर्ट में आमजन से आग्रह है कि मौसम संबंधित सावधानियां बरतें तथा जल भराव, कच्चे रास्तों एवं भारी यातायात वाले क्षेत्रों में जाने से बचें। pic.twitter.com/EHKENjzj6J
IMDની રિપોર્ટ અનુસાર મંગળવારે તમિલનાડુ, પોંડીચેરી અને કારઈકલ ક્ષેત્રોમાં એક કે 2 સ્થાનો પર કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બુધવાર અને ગુરુવાર માટે તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલ ક્ષેત્રોમાં એક કે 2 સ્થાનો પર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
ગુરુવારે કુડ્ડાલોર, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટૂ, તિરુવન્નામલાઈ, કાંચીપુરમ, રાનીપેટ, વેલ્લોર, તિરુપત્તૂરસ કલ્લાકુરિચી જિલો અને પોંડીચેરીમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
શુક્રવારે કુડ્ડાલોર, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટૂ, તિરુવન્નામલાઈ, કાંચીપુરમ, રાનીપેટ, વેલ્લોરસ કલ્લાકુરિચી જિલ્લાઓ અને પોંડિચેરીનાં કેટલાક વિસ્તારોમાં ભારે વર્ષાની સંભાવના છે.