બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Images: AI recreated Adipurush cast ram sita rawan looks

બોલિવૂડ / AIએ રિક્રિએટ કર્યા આદિપુરુષ ફિલ્મના રામ-સીતા અને રાવણ, જુઓ કેવા દેખાઈ રહ્યા છે સ્ટાર્સ

Vaidehi

Last Updated: 06:19 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIએ આદિપુરુષનાં કેરેકટર્સની તસવીરો રિક્રિએટ કરી! રામ-સીતા અને રાવણનાં પાત્રો જોઈ ચોંકી જશો

  • AIએ આદિપુરુષનાં પાત્રોની ઈમેજ કરી રિક્રિએટ 
  • રામ-સીતા અને રાવણને આપ્યો નવો લૂક
  • AI જનરેટેડ ફોટોઝ થઈ રહી છે વાયરલ

આદિપુરુષ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે પરંતુ રિલીઝ થયાં બાદથી જ આ ફિલ્મ પોતાનાં VFX અને ડાયલોગને કારણે સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહી છે. લોકો આદિપુરુષનાં પાત્રોનાં લૂકને પસંદ નથી કરી રહ્યાં. એટલું જ નહીં આ ફિલ્મમાં રામનું પાત્ર હોય કે રાવણ,  લોકો મૂવીનાં VFXની આલોચના કરી રહ્યાં હતાં. યૂઝર્સ સોશિયલ મીડિયા પર મૂવીની ક્લિપ શેર કરીને મજાક પણ બનાવી રહ્યાં છે.

તમામ પાત્રોનો લુક રિક્રિએટ 
આ તમામની વચ્ચે AIએ આદિપુરુષનાં તમામ પાત્રોનો લુક રિક્રિએટ કર્યો છે. ટ્રોલ કરવાની સાથે સાથે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર AIનો ઉપયોગ કરીને કાસ્ટનાં લુકને રિક્રિએટ કરીને પોસ્ટ કરી રહ્યાં છે.

AI જનરેટેડ ફોટોઝ વાયરલ
MidJourney એક પ્રખ્યાત AI બેસ્ટ ઈમેજ જનરેટર છે. તેની મદદથી જ આ ફિલ્મનાં પાત્રોનો લૂક રિક્રિએટ કરવામાં આવ્યો છે. AI દ્વારા બનાવવામાં આવેલ તમામ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યાં છે. 

લુક રિક્રિએટ કરાયો
AIએ આ રિક્રિએશનમાં કાસ્ટને ચેન્જ નથી કરી, માત્ર તેમનો લુક જ રિક્રિએટ કર્યો છે. ભગવાન રામનું પાત્ર ભજવનારા પ્રભાસ અને સીતાનું પાત્ર ભજવી રહેલ કૃતિ સેનનનાં લુકને પણ રિક્રિએટ કરવામાં આવ્યું છે. 

આ મૂવીમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાનનાં લૂકને પણ રિક્રિએટ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં તેમના લૂકને લઈને યૂઝર્સને ઘણી ફરિયાદો છે. જો કે AI એ રાવણનાં પાત્રમાં સૈફ અલી ખાનને નવો લુક આપ્યો છે.

VFX ની ક્વોલિટી પર સવાલ
600 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલી આદિપુરુષ ફિલ્મમાં કરોડો રૂપિયાનો ખર્ચ VFXની પાછળ કરવામાં આવ્યો છે ત્યારે યૂઝર્સ તરફથી સતત મૂવીનાં VFXની ક્વોલિટીને લઈ સવાલો ઊઠી રહ્યાં છે. જો કે AI દ્વારા તૈયાર કરવામાં આવેલ લૂક અત્યંત આકર્ષક છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ