બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / If your private video or photo wents viral on internet follow these steps
ADVERTISEMENT
આજનાં સમયમાં સાયબર પ્રાઈવસી ઘણી જરૂરી છે. આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળતાં હોઈએ છીએ જ્યાં લોકોનાં ન થવા જેવા વીડિયો વાયરલ થયાં હોય. ફોન અથવા સોશિયલ મીડિયાને હેક કરીને ઘણાં હેકર્સ ફોટો/વીડિયો વાયરલ કરતાં હોય છે. એટલું જ નહીં ઘણીવખત વ્યક્તિની જાણ બહાર પ્રાઈવેટ વીડિયોઝ શૂટ કરવામાં આવતાં હોય છે. તેવામાં જો તમે આવી કોઈ ઘટનાનો શિકાર બનો છો અને જો તમારો પ્રાઈવેટ વીડિયો કે ફોટો વાયરલ થઈ જાય છે તો તાત્કાલિક આ 4 કામ કરીને ડેમેજ કંટ્રોલ કરવું જોઈએ.
જો ભૂલથી તમારો કોઈ પ્રાઈવેટ વીડિયો વાયરલ થઈ જાય છે તો ચિંતા ન કરવી. આવા વીડિયોને તમે સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઈન્ટરનેટ પરથી હટાવી શકો છો.
ADVERTISEMENT
રિપોર્ટ
આવી સ્થિતિ જ્યારે બને છે ત્યારે તમારે તાત્કાલિક પોતાના નજીકી પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ નોંધાવવી પડશે. પોલીસકર્મીઓ અથવા તો સાયબર સેલમાં તમારે સમગ્ર ઘટનાની માહિતી આપવી પડશે.
સાયબર હેલ્પલાઈન
જો તમારી સાથે કોઈ સાયબર ક્રાઈમ થાય છે તો તમે તાત્કાલિક 1930 ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનો છે. આ સિવાય તમે cybercrime,gov.in પર પણ આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT
એબ્યૂઝ રિપોર્ટ
બ્લેકમેઈલ કે છેત્તરપિંડીનો શિકાર થયેલ વ્યક્તિ સાયબર સેલમાં એબ્યૂઝ રિપોર્ટ કરાવી શકે છે. ઓનલાઈન કમ્પ્લેન ફાઈલ કરવાથી તમને મદદ પ્રાપ્ત થઈ શકે છે.
વધુ વાંચો: હવે કોઈ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ: WhatsApp પર આવી રહ્યું છે ચેટ લોક કરવાનું ફીચર
ADVERTISEMENT
DSCI
ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક NGO છે જે સાયબરસ્પેસને સેફ રાખવાનો પ્રયાસ કરે છે. DSCI સરકાર અને તેની એજન્સી સાથે મળીને અવેરનેસ ફેલાવવાનું તેમજ પોલિસીને વધુ મજબૂત બનાવવા અંગે કામ કરે છે. જો તમારી સાથે કોઈ સાયબર છેતરપિંડી થાય છે તો તમે DSCIની વેબસાઈટ પર જઈને જરૂરી હેલ્પ મેળવી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.