ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં હવે જાહેરમાં ગંદકી કરશો તો ઘરે આવશે મેમો, AMC રાખશે ચાંપતી નજર, લેવાયો આ નિર્ણય

દંડ / અમદાવાદમાં હવે જાહેરમાં ગંદકી કરશો તો ઘરે આવશે મેમો, AMC રાખશે ચાંપતી નજર, લેવાયો આ નિર્ણય

Last Updated: 08:46 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ના જાહેર રોડ રસ્તા પર પાન મસાલા ખાઈને પિચકારી મારતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવીથી મોનીટરીંગ કરી મેમો આપવાની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવી છે.

ADVERTISEMENT

ઘણા સમયથી આ સિસ્ટમ અમલમાં છે પરંતુ કોર્પોરેશન દ્વારા ધીમી ગતિએ કામગીરી થતી હતી. હવે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ આવવાનું છે ત્યારે આ કામગીરી તેજ બનાવવામાં આવશે.

₹100 નો દંડ વસૂલાશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ વાહન ઉપરથી રોડ ઉપર થુકશે તેનું સીસીટીવી થી મોનિટરિંગ કરી ને મેમો વાહન નંબરના આધારે સીધો જ તેના ઘરે મોકલી આપવામાં આવશે અને ₹100 નો દંડ વસૂલવામાં આવશે. પરિણામે આની પાછળનો આશય આપણું શહેર અને તેના રોડ રસ્તાને સ્વરછ રાખવાનો છે. હાલમાં વેસ્ટમાંથી ઇલેક્ટ્રીકસીટી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. ત્યારે કેમેરાથી બાજ નજર રાખીને અમદાવાદને વધારે સુંદર બનાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે વર્ષ 2023-24 માં અમદાવાદમાં જાહેરમાં થૂંકતા 4749 લોકોને ઈ મેમો આપવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની અનોખી પહેલ

અમદાવાદ શહેર હવે લગ્નગાળામાં પણ સ્વચ્છ બની રહે તે માટે મહાનગરપાલિકાએ અનોખી પહેલ કરી છે. ખાસ કરીને દેવ દિવાળી બાદ લગ્નગાળાનો પ્રારંભ થતા જ સરકારી થી માંડીને ખાનગી તથા સરકારી હોલ તથા પાર્ટીપ્લોટના બુકીંગ ફુલ ચાલી રહ્યા છે. આ ખાનગી પાર્ટીપ્લોટમાં યોજાતા લગ્નસમારંભમાં ખોરાક સિવાય પણ અનેક પ્રકારે કચરો ઠલવાતા ગંદકી ફેલાતી હોય છે.

આ પણ વાંચો: ન કોઈ ફોન આવ્યો ન OTP...મધરાત્રે વેપારીના ખાતામાં ઉપડી ગયા 30 લાખ, આવા ફ્રોડથી બચજો

પરંતુ હવે અમદાવદમાં મહાનગરપાલિકાએ ખાનગી પાર્ટીપ્લોટની સફાઇ કરવાની તૈયારી દાખવી છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સી નિમવામાં આવી છે. જે ખાનગી પાર્ટીપ્લોટમાંથી કિચન વેસ્ટ સિવાયનો કચરો લઇ જશે. આ સેવા માટે પાર્ટી પ્લોટ પાસેથી જ ચાર્જ વસૂલશે. જો કે આ માટે પ્રસંગ પહેલા પાર્ટી પ્લોટ મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરવાનું રહશે. જેના આધારે નિમાયેલી એજન્સી ત્યાંથી કચરો ઉપાડી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Standing Committee Meeting Ahmedabad Municipal Corporation AMC memo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ