બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / If you do not complete these tasks before the end of March, there will be a huge financial loss

તમારા કામનું / માર્ચ એન્ડિંગ પહેલા તમે આ કામો પુરા નહીં કરો તો થશે મોટુ આર્થિક નુકસાન

Vishal Dave

Last Updated: 07:50 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ફાયનાન્શિયલ કામો એવા છે જેની છેલ્લી તારીખ 31મી માર્ચ 2024 છે. જેથી તમારે પણ જાણવું જોઈએ કે તમારે કોઈ એવા નાણાકીય કામ બાકી તો નથી રહ્યા ને.

નાણાકીય વર્ષ 2023-24 પુરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. જો તમારે કોઈ ફાયનાન્શિયલ કામ બાકી રહી ગયા હોય તો તમારે 31 માર્ચ સુધી તે પુરા કરી દેવા જોઈયે.નાણાકીય વર્ષ 31 માર્ચે પુરુ થાય તે પહેલા મહત્વપૂર્ણ કામો પૂરા કરી લેવા જોઈએ નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી આજે અમે તમને આ અહેવાલમાં એ જરૂરી કામ જણાવીશું જે પૂર્ણ કરવા જરૂરી છે.

 મિનીમમ બેલેન્સ
31 માર્ચ 2024 પહેલા પબ્લીક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા લોકોએ તેમના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે. જો તમે માર્ચ એન્ડિંગ સુધી મિનીમમ રકમ જમા નહીં કરાવો તો તમારુ એકાઉન્ટ 1 એપ્રિલ, 2024ના રોજથી ફ્રીઝ કરી દેવાશે. અને જો તમારુ આ એકાઉન્ટ ફ્રીજ થઈ જશે તો તમને ટેક્સ બેનિફિટની સહિતના લાભો નહીં મળે. એકાઉન્ટ રીએક્ટિવેટ કરાવા બાકી રહેલ મિનીમમ રકમ જમા કરાવાની રહેશે સાથે દર વર્ષે 50 રૂપિયા દંડ ચૂકવવો પડશે.

TDS ફાઈલ

માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ પેયર્સે ફાઇલિંગ ચલણ સ્ટેટમેન્ટ વિશે માહિતી જમા કરાવાની રહેશે. આ સિવાય 31 માર્ચ પહેલા તેઓએ TDS સર્ટિફિકેટ જાહેર કરવાનું રહેશે. જેમાં તેઓએ આવકવેરાની અલગ અલગ કલમો હેઠળ ટેક્સ ડિડક્શની માહિતી આપવાની રહેશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન

જેમણે અત્યારે સુધી અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યુ તેમની પાસે 31 માર્ચની છેલ્લી તારીખ છે. આની પહેલા ટેક્સ પેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી દેવાનું રહેશે.

FASTagનું KYC

NHAI એટલે કે,નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ FASTagનુ KYC અપડેટ કરવા માટે ડેડલાઈન જાહેર કરી હતી. જે  31 માર્ચ 2024 સુધી છે . જેમણે ફાસ્ટેગનું KYC નથી કરાવ્યુ તેઓ 31 માર્ચ બાદ કરાવી શકશે નહીં જેથી આ નાણાકીય વર્ષ પુરુ થતા પહેલા KYC કરાવી લેવુ તમારા માટે હીતકારક રહેશે.

આ પણ વાંચોઃ  ફાસ્ટટેગમાં કપાઈ ગયો છે ડબલ ટોલ ટેક્સ? કેવી રીતે રિફંડ મેળવવું, બસ એક વસ્તુ રાખો યાદ

ટેક્સ સેવિંગ

જે કરદાતા ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ     NPS, મેડિકલ ઈન્સ્યોરન્સ જેવી યોજનામાં પૈસા ઈન્વેસ્ટ કરી ટેક્સ બચાવવા માંગે છે તેઓની પાસે ટેક્સ સેવિંગ પ્લાનમાં રોકાણ કરવાની આ છેલ્લી     તક છે. આવા લોકો માર્ચ એન્ડિંગ પહેલા NPS સહિતના ટેક્સ સેવિંગ પ્લાનમાં રોકાણ કરીને ટેક્સમાં રાહત મેળવી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ