બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / If you are thinking of going to Polo Forest for vacation, know this new rule, otherwise you will have to pay a fine

પ્રતિબંધ / વેકેશન માણવા માટે પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોવ તો આ નવો નિયમ જાણી લેજો, નહીંતર ભરવો પડશે દંડ

Vishal Khamar

Last Updated: 05:11 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાનાં પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

  • સાબરકાંઠાના પોળોમાં વધુ એક જાહેરનામું
  • ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ
  • પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા થઈ રહી છે જહેમત

 સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે.  ત્યારે અહીં આવતા લોકો ફોર વ્હીલર કે લકઝરી બસ લઈને આવતા હોય છે. જેથી પોળો ફોરેસ્ટની આસપાસ હવામાં પ્રદૂષણ થાય છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયનાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.  ફ્રી ઈકો ટુરીઝમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર 8 જુલાઈ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધનો ભંગ કરનારને ભારતીય કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.

 

થોડા સમય અગાઉ પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો
પોળા ફોરેસ્ટમાં અગાઉ સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં  પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સેહલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે.  પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્યે છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રમાં એકઠો થતો હતો જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને થોડા સમય અગાઉ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ