બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If these symptoms are seen in people who already have high blood pressure

હેલ્થ / પહેલીથી હાઇ BP હોય તેવા લોકોમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે હાર્ટઍટેકનો ખતરો

Kishor

Last Updated: 03:10 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બીપીના દર્દીઓએ દર બીજા કે ત્રીજા દિવસે તેમનું બ્લડપ્રેશર તપાસવું જોઈએ. આ ઉપરાંત આહારમાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ.

  • શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
  • હાઈ બીપી ભોગવતા દર્દીઓમાં હાર્ટ એટેકનું જોખમ ૩૦ ટકા વધારે
  • એટેકથી બચવા આવા લક્ષણો હોય તો તાત્કાલિક તબિબનો સંપર્ક સાધવો

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ વધી જતું હોય છે. તેમાં પણ કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. શિયાળામાં નીચા તાપમાનના પરિણામે હૃદયની નશો સંકોચાય છે જેને લઈને હાઈ બીપીના દર્દીઓની સમસ્યા આ સીઝનમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. આ દર્દીઓ તેમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન ન રાખે તો હાર્ટ એટેકનું જોખમ અમુક અંશે વધી જતું હોય છે. ત્યારે અમેરિકન હાર્ટ એસો. ના રિપોર્ટ અનુસાર હાઈ બીપીમાં 20 થી 30 ટકા દર્દીઓને હાર્ટ એટેક આવે છે. આથી શિયાળામાં આવા કિસ્સાઓથી બચવું જોઈએ.

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

એસીજી, એક્સ રે અથવા ઇક્કો દ્વારા સારવાર
આ મામલે રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર અજીત જૈન જણાવે છે કે કોઈપણ કામ કર્યા વગર જો તમને હૃદયના ધબકારા વધતા અનુભવાય તો સતર્ક રહેવું જોઈએ. આ સમસ્યા દરરોજ ચાલુ રહે તો તેને અવગણવાને બદલે તાત્કાલિક હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર તપાસી એસીજી, એક્સ રે અથવા ઇક્કો દ્વારા શોધી કાઢવામાં આવે છે.

છાતીમાં દુખાવો થવોએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ
આ ઉપરાંત છાતીમાં દુખાવો થવોએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો તમને છાતીની ડાબી બાજુમાં દુખાવો થાય અનેં તે હાથ બાદ ડાબા ઝડબા સુધી વિસ્તરે તો આ દુ:ખાવાને હળવા હાથે લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

વધુ વાચો:વધારે પડતું જંક ફૂડ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક, ચેતી જજો, નહીં તો બાળકો બનશે લિવર કેન્સરના શિકાર

આહારમાં પણ ખૂબ કાળજી રાખવી
હાઈ બીપીના દર્દીઓએ દર બીજા કે ત્રીજા દિવસે તેમનું બ્લડપ્રેશર તપાસવું જોઈએ. આ ઉપરાંત આહારમાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ તેમજ તબીબની સલાહ લીધા વગર આહાર લેવો જોઈએ નહીં. વધુમાં આહારમાંથી મીઠું, ખાંડ, લોટ, આલ્કોહોલ અને મસાલેદાર તથા જંક ફૂડ વસ્તુઓને દૂર કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ