બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / If Ms Dhoni Is Not An Option For Upcoming T20i World Cup So Who Else

સવાલો / ટીમ ઇન્ડિયામાંથી ધોની OUT, તો પછી તેની જગ્યા કોણ?

Juhi

Last Updated: 11:29 AM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 3 મેચની ઘરેલૂ T-20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે ગુરુવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામા આવી છે.

ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીને જગ્યા મળી નથી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોની સેનામાં પોતાની ટ્રેનિંગ માટે બ્રેક પર હતો પરંતુ આ વખતે ધોની ટીમમાં રમી શકે તેમ હતો. તેમ છતાં સિલેક્ટર્સે તેણે કેમ જગ્યા ના આપી? શું સિલેક્ટર્સનો આ નિર્ણય સાચ્ચો સાબિત થશે? 

 

ટીમ ઇન્ડિયાનો આગામી ટાર્ગેટ T-20 વર્લ્ડ કપ છે, જે 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાશે. T-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને તૈયાર કરવા માટે 22 T-20 મેચ બાકી છે,  એવામાં સવાલ થાય છે કે, T-20 ફોર્મેટમાં ભારતીય ટીમ માટે વિકેટની પાછળ કોણ? શું તે એમ.એસ.ધોની હશે કે પછી ધોનીની જગ્યાએ કોઇ બીજો ખિલાડી? આમ તો વિકેટકીપર તરીકે અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીથી સારો વિકલ્પ નથી.

હજુ સુધી ધોનીએ સંન્યાસ લીધો નથી:

38 વર્ષીય ધોની પર અત્યાર સુધીની તમામ અટકળો ખોટી પડી રહી છે, એવુ માનવામાં આવી રહ્યુ છે કે, વનડે વર્લ્ડ કપ 2019 પછી તે ક્રિકેટને અલવિદા કહી દેશે. વર્લ્ડ કપ પછી ધોનીએ ન તો પોતાના ગ્લવ્સ ઉતારવાની જાહેરાત કરી છે અને ન તો ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સે તેણે ટીમમાં પસંદ કર્યો. વર્લ્ડ કપ પછી T-20 સીરિઝ માટે 2 વખત ટીમ ઇન્ડિયાની પસંદગી થઇ. પહેલી વખત ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર T-20 સીરિઝ રમી, તો હવે સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ભારતમાં રમશે. 

ટીમમાં હવે બીજી ચોઇસ પણ નથી ધોની:

ભારતને 2 વખત વર્લ્ડ ચેમ્પિયન (2007-2011) બનાવનાર ધોનીને હવે સિલેક્ટર્સ બીજા વિકેટકીપર તરીકે પણ નથી જોતા. ગત કેટલાક સમયમાં ધોનીની રમતના વખાણ કરતા ટીકા વધારે થઇ છે. વિકેટકીપિંગમાં તો ધોની આજે પણ ચપળ અને ચતુર જોવા મળે છે, પરંતુ તેની બેટિંગમાં પહેલા જેવી મજા નથી, જેની એક અલગ ઓળખ હતી. સિલેક્ટર્સના ઇશારાથી સ્પષ્ટ કર્યુ કે, તેઓ ધોનીની તરફ ધ્યાન નથી આપી રહ્યા અને વર્લ્ડ કપ પછી બીજી વખત થશે, જ્યારે ધોનીને T-20 સીરિઝમાં શામેલ નથી કરાયો.

એવામાં સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ કેટલાક વિકેટકીપરના રૂપમાં ધોનીનો વિકલ્પ શોધી રહ્યા છે. જેમાં યુવા ખિલાડી રિષભ પંત સૌથી આગળ છે. પરંતુ પંત સિવાય પણ કેટલાક નામો પર સિલેક્ટર્સ વિચારી રહ્યા છે. 

રિષભ પંત પહેલી ચૉઇસ:

21 વર્ષના આ લેફ્ટહેન્ડર બેટ્સમેન અને વિકેટકીપર ખિલાડીએ અત્યાર સુધી પોતાના નાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ફોર્મેટમાં સિલેકટર્સ અને ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કરી રહ્યો છે. પરંતુ બેટ્સમેન તરીકે આ ખિલાડીને ચિંતા થાય છે કે, કેમકે તે મોટે ભાગે ગમે તેમ શૉટ મારીને આઉટ થાય છે.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં રમેલી તમામ ફોર્મેટમાં રિષભ પતંના રન કંઇક આ પ્રકારના હતા ( 0, 4, 65*, 20, 0, 24  અને 7). જોકે તેની પાસે ટેસ્ટમાં પોતાને સાબિત કરવાનો મૌકો છે. જોકે ટેસ્ટમાં ભલે તે 45.43 ની એવરેજથી રન કરી રહ્યા છે, પરંતુ વનડે 22.90 અને T-20 માં 21.57 ની એવરેજથી રમે છે. 

રિદ્ઘિમાન સાહા અને સંજૂ સૈમસન:

ધોનીના સંન્યાસ લીધા પછી રિદ્ઘિમાન સાહા ટેસ્ટ ક્રિકેટમાં સતત પોતાની જગ્યા બનાવી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયા અને પછી 18 મહિના સુધી ઇજાથી ઠીક ના થઇ શક્યો. આ દરમિયાન પંતને ટેસ્ટમાં મૌકો આપવામાં આવ્યો અને ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી કરનાર એકમાત્ર એકમાત્ર ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે. જોકે રિદ્ઘિમાન સાહાને એન્ટિગુઆ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં સ્થાના ના મળ્યુ, અને બીજી ટેસ્ટમાં પણ તેણે મૌકો મળે તેવુ લાગી નથી રહ્યુ. તો સંજૂ સૈમસન એક સારો બેટ્સમેન છે પરંતુ વિકેટકીપર તરીકે હજુ પણ તેનુ ફોર્મ ઠીક છે. જોકે સાઉથ આફ્રિકા A વિરુદ્ઘ ટીમ ઇન્ડિયા A તરફથી તે રમશે, ત્યારે સિલેક્ટર્સની નજર તેના પર હશે. 

ઇશાન કિશાનની પાસેથી પણ આશા:

21 વર્ષના યુવા ખિલાડી T-20  વર્લ્ડ કપમાં પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. ઇશાન એમ.એસ.ધોનીએ ગૃહ રાજ્ય ઝારખંડથી આવે છે અને ધોનીએ તેણે ઘણી વખત વિકેટકીપિંગ અને તેની બેટિંગમાં સુધાર કરવા માટે ટિપ્સ આપી છે. ઝારખંડ માટે સૈયદ મુશ્તાક અલી T-20 ટ્રોફીમાં રમતા લેફ્ડ હેન્ડ બેટ્સમેને 2 સેન્ચુરી કરી હતી. T-20 ક્રિકેટમાં આ કારનામું કરનાર બીજો ભારતીય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ