બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / If DLS will be applied in India-Pakistan match, who will be the winner

Asia Cup 2023 / India Vs Pakistan: ભારત-પાકિસ્તાન મેચમાં લાગુ થશે DLS તો કોણ બનશે વિનર, 5 સમીકરણો સમજવા જેવા

Kishor

Last Updated: 10:42 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચને લઈને આજે રિઝર્વ ડેમાં પણ વરસાદે વિઘ્ન ઉભું કર્યું હતું. જેને લઇને ક્રિકેટ રસીકોની મજા બગડી છે. હવે ક્રિકેટ રસિકોના મનમાં એક સવાલ સતાવી રહ્યો છે કે જો પાકિસ્તાનની ઇનિંગ્સ ટૂંકી કરવામાં આવે તો તેમને કેટલા રનનો ટાર્ગેટ મળશે? આવો જાણીએ સમગ્ર સમીકરણ!

  • ભારત-પાકિસ્તાન વચ્ચે બળાબળના પારખા
  • ...તો પાકિસ્તાનને કેટલા રનનો ટાર્ગેટ મળશે?
  • પાકિસ્તાનને 156 રન બનાવવા ફરજિયાત

એશિયા કપ 2023 મા આજે ભારત-પાકિસ્તાન વચ્ચે બળાબળના પારખા થઇ રહ્યા છે. જોકે વરસાદ વેરી બનતા ક્રિકેટ રસિકોની મજા બગડી છે. રિઝર્વ ડે ને પગલે આજે સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ખેલાઈ રહી છે. ગઈકાલે 10 સપ્ટેમ્બરના રોજ વરસાદના કારણે મેચ અટકાવી દેવામા આવી હતી અને રિઝર્વ ડેમાં આજે પાકિસ્તાનની ટીમની 11 ઓવર પૂરા થતાની સાથે જ વરસાદે બાધા ઉભી કરી હતી. વરસાદ આવે તે પહેલાના પાકિસ્તાનના સ્કોરની વાત કરવામાં આવે તો પાકિસ્તાની ટીમેં બે વિકેટે 44 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાની ઈનિંગ્સ 20 ઓવર સુધી પહોંચી નથી

હવે વરસાદને લીધે જો પાકિસ્તાનનો દાવ ટૂંકો કરવામાં આવે તો ડકવર્થ અને લુઈસ નિયમ હેઠળ તેને કેટલો ટાર્ગેટ મળશે? મહત્વનું છે કે વન ડે ઈન્ટરનેશનલમાં મેચની હારજીત અંગેના પરિણામના આંક સુધી પહોંચવા માટે ઓછામાં ઓછી 20-20 ઓવરનો મેચ રમવો જરૂરી હોય છે. આથી પરિણામ સુધી પહોંચવા પાકિસ્તાને 20 ઓવર તો રમવી ફરજિયાત છે. ભારત પોતાની તેની 50 ઓવર રમી લીધા બાદ હવે પાકિસ્તાની ઈનિંગ્સ 20 ઓવર સુધી પહોંચી નથી.

20 ઓવર પૂરી ન થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે

જો 20 ઓવરનો મેચ થાય તો પાકિસ્તાને બાકીની 9 ઓવરમાં 156 રન બનાવવા ફરજિયાત છે. તે જ રીતે જો રમત 30 ઓવરની થાય તો પાકિસ્તાનને બાકીની 19 ઓવરમાં 223 રન બનાવવા પડશે. આથી ભારતીય ટીમનો જીત તરફ વધુ ઝુકાવ હોય તેવું દેખાઈ રહ્યું છે. જો પાકિસ્તાન ઇનિંગ્સની 20 ઓવર પૂરી ન થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ