બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Changed the schedule of all 9 world cup 2023 matched including India vs Pakistan

ક્રિકેટ / Ind vs Pak: વર્લ્ડ કપની 9 મેચોનો કાર્યક્રમ બદલાયો, હવે આ દિવસે થશે ભારત અને પાકિસ્તાનની મેચ

Vaidehi

Last Updated: 07:25 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ વર્લ્ડ કપ 2023ની 9 મેચોનો શિડ્યુલ બદલ્યો છે. હવે India vs Pakistan 15 ઑક્ટોબરનાં નહીં પરંતુ 14 ઑક્ટોબરનાં આયોજિત થશે.

  • ICCએ વર્લ્ડ કપ 2023ની મેચોનો શિડ્યુલ બદલ્યો 
  • તમામ 9 મેચોને એક દિવસ પહેલા શિફ્ટ કરવામાં આવી
  • ભારત-પાકિસ્તાનની મેચ 14 ઑક્ટોબરમાં થઈ શિફ્ટ

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની કુલ 9 મેચો રિશિડ્યૂલ કરવામાં આવી છે. ICCએ ભારત-પાકિસ્તાનની મેચ સહિત તમામ 9 મેચોનાં શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. India vs Pakistanની મેચ પહેલાં 15 ઑક્ટોબરનાં રોજ થવાની હતી જે હવે 14 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે.

એક દિવસ પહેલા થશે મેચ

  • ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ 15 ઑક્ટોબરની જગ્યાએ 24 કલાક પહેલાં એટલે કે 14 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. જો કે આ મેચનું સ્થળ બદલાયું નથી. 
  • બીજી તરફ દિલ્હીમાં અફગાનિસ્તાનની સામે ઈંગ્લેંડની મેચ શનિવાર 14 ઑક્ટોબરથી બદલીને 15 ઑક્ટોબરનાં દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે.
  • હૈદ્રાબાદમાં શ્રીલંકાની સામે પાકિસ્તાનની મેચ ગુરુવારે 12 ઑક્ટોબરની જગ્યાઓએ 10 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. 
  • લખનઉમાં દક્ષિણ આફ્રીકા-ઑસ્ટ્રેલિયાની મેચ 13 ઑક્ટોબરની જગ્યાએ 12 ઑક્ટોબરનાં રમવામાં આવશે. જો કે આ તમામ મેચોનાં વેન્યૂમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • બાંગ્લાદેશની સામે ન્યૂઝીલેન્ડની મેચ મૂળરૂપે 14 ઑક્ટોબરનાં થવાની હતી તેની જગ્યાએ હવે 13 ઑક્ટોબરનાં ડે-નાઈટ મેચનાં રૂપે રમાશે.
  • ઈંગ્લેંડ-બાંગ્લાદેશની વચ્ચેની મેચ 10 ઑક્ટોબરનાં જ રમાશે પરંતુ તે ડે મેચ રહેશે. સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

લીગ ચરણનાં અંતની મેચોમાં ફેરફાર

  • રવિવારે 12 નવેમ્બરનાં ડબલ-હેડર મેચોને 11 નવેમ્બરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. તેવામાં પુણેમાં ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાનની મેચ સવારે 10.30 વાગ્યે અને કોલકત્તામાં ઈંગ્લેંડ સામે પાકિસ્તાનની મેચ બપોરે 2.00 વાગે 11 નવેમ્બરનાં રોજ રમવામાં આવશે.
  • ભારત અને નેધરલેંડની મેચને 11ની જગ્યાએ 12 નવેમ્બરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ