બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 'I should not be called a gangster or a terrorist...', Lawrence Bishnoi petitioned the special court in Ahmedabad.

અપીલ / 'મને ગેંગસ્ટર અથવા આંતકવાદી ન સંબોધવામાં આવે..' લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદ સેશન્સ કોર્ટેમાં કરી અરજી, જાણો વિગત

Pravin Joshi

Last Updated: 05:35 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોરેન્સ બિશ્નોઈના વકીલે ગુજરાતના અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં લોરેન્સ વતી કહેવામાં આવ્યું છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવા જોઈએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકેની હત્યા કરવામાં આવી હતી.

  • ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી 
  • ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવા કરી અપીલ
  • અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી 

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી અને તેઓ વિદ્યાર્થી સંઘના સમયથી જેલમાં છે, તેથી તેમને ગેંગસ્ટર કે આતંકવાદી કહેવું ખોટું હશે. જો કે આ મામલે હજુ સુધી સરકાર કે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સરકારી વકીલે 25 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે. વકીલે કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ફેસબુક એકાઉન્ટના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ છે. એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યું કે હવે 800 રૂપિયામાં એકાઉન્ટ વેરિફિકેશન કરી શકાશે, જેલમાં હોય તે વ્યક્તિ કોઈની હત્યા કેવી રીતે કરી શકે. આ તમામ દાવા ખોટા છે અને જો લોરેન્સને જેલમાં અન્ય કોઈ સુવિધા આપવામાં આવી રહી છે તો પોલીસ પ્રશાસને તેના વિશે સત્તાવાર નિવેદન આપવું જોઈએ. જો આ વાત સાચી હોય તો આવા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.

સલમાનને કોઈ પણ ભોગે મારવો છે', 9 ટાર્ગેટના નામ આપ્યાં, NIA પૂછપરછમાં  લૉરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો I Salman Khan at number one in gangster  Lawrence Bishnoi's top 10 target

સેશન્સ કોર્ટમાં કરી વધુ એક અરજી કરવામાં આવી 

લોરેન્સના વકીલે સેશન્સ કોર્ટમાં કરી વધુ એક અરજી કરવામાં આવી છે. પોતાના અસીલને ન મળવા દેવાના આરોપસર અરજી કરી છે. સેશન્સ કોર્ટ દ્વારા તપાસ એજન્સીને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. તમામ અરજીના જવાબ માટે 25 તારીખ સુધીનો સમય આપ્યો છે. લોરેન્સના વકીલે તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા રેકોર્ડ પર મૂક્યા છે.

જેલમાં બેઠા બેઠા સામ્રાજય ચલાવતા લૉરેંસ બિશનોઈને એવી સજા અપાશે કે પત્તાંના  મહેલની જેમ સામ્રાજ્ય ઢળી પડશે | Lawrence Bishnoi who runs the empire  sitting in jail ...

ભારતમાંથી ફરાર ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખાની કેનેડામાં હત્યા 

તમને જણાવી દઈએ કે ભારતમાંથી ફરાર ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખાની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. આ ગોળીબાર વિનીપેગ શહેરમાં થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ સુખાના ઘરમાં ઘૂસીને તેના માથામાં નવ ગોળી મારી હતી. આ મામલા પછી એવું કહેવાય છે કે હત્યાની જવાબદારી કેનેડાથી 10,570 કિલોમીટર દૂર દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. લોરેન્સ ગેંગે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરી હતી. આ બે હત્યાઓ પાછળનું કારણ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ વચ્ચેનું લોહિયાળ યુદ્ધ હોવાનું કહેવાય છે, જે વર્ષોથી ચાલી રહ્યું છે.

ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દિવાની થઈ બે છોકરીઓ, ઘેરથી ભાગીને જેલમાં  મળવા આવી, જુઓ શું કર્યું I Gangster lawrence bishnoi: 2 minor girls came to  bhatinda jail to ...

લૉરેન્સ બિશ્નોઈના નામે બનાવેલા ફેસબુક પેજ પર આ વાત કહેવામાં આવી હતી

લૉરેન્સ બિશ્નોઈના નામે બનાવેલા ફેસબુક પેજ પર પોસ્ટ કરીને સુખાના મૃત્યુની જવાબદારી લીધી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'હા સર, આ સુખા દુનીકે, જે બંબીહા ગ્રુપના ઈન્ચાર્જ હતા. તેની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તેની જવાબદારી લે છે. આ નશાખોરે પોતાનું વ્યસન સંતોષવા પૈસા મેળવવા માટે ઘણા ઘરો બરબાદ કર્યા હતા. ફેસબુક પેજ પર વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા ભાઈ ગુરલાલ બ્રારની હત્યામાં વિકી મિદુખેડાએ બહાર બેસીને જ બધું કર્યું હતું. તેણે સંદીપ નાંગલ અંબિયાની હત્યા પણ કરાવી હતી, પરંતુ હવે તેને તેના પાપોની સજા મળી રહી છે. માત્ર એક વાત કહેવા માંગુ છું કે જે થોડા બાકી છે તેઓ ગમે ત્યાં દોડી શકે છે, દુનિયાના કોઈપણ દેશમાં જઈ શકે છે. અમારી સાથે દુશ્મની કરીને તમે બચી જશો એવું ન વિચારો, સમય ઓછો લાગે પણ દરેકને સજા થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ