મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ટિકિટ આપવામાં આવી, એમને કહ્યું 'મેં પહેલા જ કહ્યું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી પણ..'
ભાજપે મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી
ભાજપે મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોમાંથી ભાજપે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના એક રાષ્ટ્રીય મહાસચિવ છે.
VIDEO | BJP workers gathered at party leader Kailash Vijayvargiya’s residence in Indore earlier today, after he was fielded from Indore-1 constituency for the upcoming Madhya Pradesh Assembly polls. pic.twitter.com/seVy1BFGRn
કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1થી ટિકિટ આપવામાં આવી
નોંધનીય છે કે પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1થી ટિકિટ આપવામાં આવી છે અને ટિકિટ મળ્યા બાદ બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મેં પાર્ટીને પહેલા જ કહ્યું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે મને કેટલીક સૂચનાઓ આપી હતી. જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે હું અસમંજસમાં હતો અને આશ્ચર્યચકિત થયો હતો.
ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે હું અસમંજસમાં હતો
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ' આ પાર્ટીનો આદેશ છે, મને કહેવામાં આવ્યું હતું કે એક કામ સોંપવામાં આવશે, અને એ કામને હું 'ના' નહીં કહી શકું. મારે એ કામ કરવું જ પડશે. જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે મને પણ આશ્ચર્ય થયું. ભાજપ બે તૃતિયાંશ બહુમતી તરફ આગળ વધી ગયું છે. તેમાંથી અમને કેટલી સીટો મળશે તે તો સમય જ કહેશે.'
Madhya Pradesh assembly polls: BJP fields its national general secretary Kailash Vijayvargiya from Indore-1 seat
મેં હંમેશા વિકાસની રાજનીતિ કરી છે - વિજયવર્ગીય
વિજયવર્ગીયએ આ વિશે વાત કરતાં આગળ કહ્યું કે 'આ સૌભાગ્યની વાત છે કે મને ચૂંટણીની રાજનીતિમાં ભાગ લેવાની તક મળી અને હું પાર્ટીની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશ. હું ચૂંટણી નથી લડતો પરંતુ અમારા કાર્યકરો ચૂંટણી લડે છે. ' આ દરમિયાન વિજયવર્ગીયએ એમ પણ કહ્યું કે 'મેં હંમેશા વિકાસની રાજનીતિ કરી છે. '
भारतीय जनता पार्टी के केन्द्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए द्वितीय सूची में 39 नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/u27qdhkoBc
થોડા દિવસ પહેલા ભાજપે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ ભાજપે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ લિસ્ટની ખાસ વાત એ હતી કે આ એ જગ્યાઓની હતી જ્યાં પાર્ટીને 2018માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં ઘણા જૂના ચહેરાઓ સાથે નવા લોકોને તક આપવામાં આવી છે.