બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 'Hum Nahi Sudhrege': When will the system learn from the fire in Rajasthan Hospital? If there were casualties, whose responsibility?

મહામંથન / 'હમ નહી સુધરેગે': રાજસ્થાન હોસ્પિટમાં લાગેલી આગમાંથી તંત્ર ક્યારે લેશે બોધપાઠ? જાનહાનિ થઈ હોત તો કોની જવાબદારી?

Vishal Khamar

Last Updated: 09:35 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વહેલી સવારના સુમારે શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલનાં બેઝમેન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે ફાયર ફાઈટર દ્વારા આગ વધે તે પહેલા જીવનાં જોખમે ભોંયરામાં પ્રવેશ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતું જો આગ થોડી વધુ પ્રસરી હોત તો મોટી દુર્ઘટનાં સર્જાવાની પણ શક્યતા હતી.

સૂડીનો ઘા સોયથી ટળ્યો. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગની દુર્ઘટના માટે કંઈક આવું જ કહી શકાય. રાજસ્થાન હોસ્પિટલમાં આગની દુર્ઘટનામા કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીએ એટલું ચોક્કસ કબૂલ્યું કે જો આગ થોડી પણ વધુ પ્રસરી હોત તો મોટી ખાનાખરાબી સર્જાઈ હોત. સિક્કાની બીજી બાજુ એ પણ સામે આવી કે હોસ્પિટલના બેઝમેન્ટમાં સ્ક્રેપનો ઢગલો મોટાપાયે પડ્યો હતો જેનાથી અને બીજી તરફ ભોંયરાની દિવાલની ફરતે બ્યુટીફિકેશન માટે લાકડાની દિવાલ કરવામાં આવી હતી. આ બંને કારણોથી ન માત્ર આગ પ્રસરી પરંતુ ફાયરબ્રિગેડના જવાનોને પણ આગને બુઝાવવામાં ઘણી તકલીફ પડી. 

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી
  • આગ હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગતા અફરાતફરી મચી
  • સદનસીબે દુર્ઘટનામાં જાનહાની થઈ નથી

એવો પણ સમય આવ્યો કે ઓક્સિજન માસ્ક સાથે પણ ફાયરબ્રિગેડના જવાનો ગૂંગળામણ અનુભવતા હતા. જો અને તોની શક્યતાની વચ્ચે આગ સંપૂર્ણ કાબૂમાં છે અને સૌ સારા વાના થશે જ એવી ખાતરી વ્યક્ત કરી શકાય. હવે ઉડીને આંખે વળગે એવો સવાલ હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવતી સતર્કતાનો છે. ગુજરાતમાં હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડની અનેક ઘટનાઓ પછી ફાયર સેફ્ટીને લઈને તો અનેક ચર્ચા થઈ પરંતુ અન્ય પાસાઓનું શું?. હોસ્પિટલના બેઝમેન્ટમાં સ્ક્રેપ મુકવો એ પણ બેદરકારી નથી તો શું છે?, RCCની દિવાલની ફરતે લાકડાની દિવાલ કરવી એમા એવી તો શું સમજદારી છે તે સમજાતું નથી, શું રાજસ્થાન હોસ્પિટલની દુર્ઘટનામાં એ વાતનું આશ્વાસન લેવું પુરતુ રહેશે કે અગાઉ શ્રેય હોસ્પિટલ, ઉદય શિવાનંદ હોસ્પિટલ કે ભરૂચની વેલફેર હોસ્પિટલની જેમ અહીં કોઈ દર્દી જીવતા નથી ભૂંજાયા તે સારી વાત છે?

  • હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ નહતો પરંતુ કેટલીક નિષ્કાળજી હતી
  • હોસ્પિટલની નિષ્કાળજી તરફ ધ્યાન અપાયું હોત તો આ દુર્ઘટના ટાળી શકાતી હતી
  • અગાઉ હોસ્પિટલોમાં થયેલા અગ્નિકાંડ ઉપરથી પણ કોઈ બોધપાઠ લેવાતો નથી

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યારે અચાનક જ હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.  સદનસીબે દુર્ઘટનામાં જાનહાની થઈ નથી.  જો થોડું મોડુ થયું હોત તો મોટી ખાનાખરાબી સર્જાવાની શક્યતા હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ ન હતો પરંતુ કેટલીક નિષ્કાળજીનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.  હોસ્પિટલની નિષ્કાળજી તરફ ધ્યાન અપાયું હોત તો આ દુર્ઘટના ટાળી શકાતી હતી. અગાઉ હોસ્પિટલોમાં થયેલા અગ્નિકાંડ ઉપરથી પણ કોઈ બોધપાઠ લેવાતો નથી.

  • મોડી રાતના 3:30 વાગ્યા આસપાસ બેઝમેન્ટમાં આગ લાગી
  • હોસ્પિટલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી
  • બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને રાખ થઈ ગયા
  • 100થી વધુ દર્દીઓને ઓશવાલ ભવનમાં શિફ્ટ કરાયા

રાજસ્થાન હોસ્પિટલમાં શું બન્યું હતું?
મોડી રાતના 3:30 વાગ્યા આસપાસ બેઝમેન્ટમાં આગ લાગી હતી.  હોસ્પિટલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને રાખ થઈ ગયા. 100થી વધુ દર્દીઓને ઓશવાલ ભવનમાં શિફ્ટ કરાયા. તેમજ  આજુબાજુની સોસાયટીના ઘર પણ ખાલી કરાવાયા.  ફાયરબ્રિગેડે ઈમરજન્સી બ્રિગેડ કોલ જાહેર કર્યો. ફાયરબ્રિગેડની 30થી વધુ ગાડીઓએ જહેમત ઉઠાવી. 9 કલાક કરતા વધુ સમય બાદ આગ કાબૂમાં આવી. 

  • બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ શિફ્ટિંગના નિર્ણયમાં વિલંબ થયો
  • દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર ઉપર આક્ષેપ કર્યો
  • શિફ્ટિંગના નિર્ણયમાં અઢી કલાક જેટલો સમય લેવાયો
  • શિફ્ટિંગ સમયે કેટલાક દર્દીઓએ ગૂંગળામણની ફરિયાદ પણ કરી

આવી બેદરકારી કેમ ચાલે?
બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ શિફ્ટિંગના નિર્ણયમાં વિલંબ થયો હતો.  દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો.  શિફ્ટિંગના નિર્ણયમાં અઢી કલાક જેટલો સમય લેવાયો. શિફ્ટિંગ સમયે કેટલાક દર્દીઓએ ગૂંગળામણની ફરિયાદ પણ કરી હતી.  હોસ્પિટલના બેઝમેન્ટમાં RCCની ફરતે લાકડાની દિવાલ હતી.  લાકડાની દિવાલ હોવાથી આગ ઝડપથી પ્રસરી. હોસ્પિટલના ભોંયરામાં હોસ્પિટલ વેસ્ટ પડ્યો હતો.  હોસ્પિટલનો ભંગાર હતો તેની પાછળ જ ઈલેકટ્રીક ડક હતું. 

  • હોસ્પિટલની દિવાલ લાકડાથી કવર કરાઈ હતી
  • જો આગ વધુ પ્રસરી હોત તો મોટુ નુકસાન થઈ શક્યું હોત
  • 10 થી 15 મિનિટ વધુ આગ પ્રસરી હોત તો ખાનાખરાબી થઈ હોત

ફાયર અધિકારીએ શું કહ્યું?
હોસ્પિટલની દિવાલ લાકડાથી કવર કરાઈ હતી.  જો આગ વધુ પ્રસરી હોત તો મોટુ નુકસાન થઈ શક્યું હોત. 10 થી 15 મિનિટ વધુ આગ પ્રસરી હોત તો ખાનાખરાબી થઈ હોત.  લાકડાની દિવાલમાં પણ AC, મોટા વાયર, મશીન નજરે પડ્યા હતા.  10 મીટર જેટલી પણ આગ આગળ વધી હોત તો ભારે નુકસાન થવાની શક્યતા હતી.  જો પહેલા માળે આગ લાગી હોત તો મોટી ખાનાખરાબી સર્જાઈ હોત.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ