બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / hrithik roshan diet's plan for stunning body showcased in fighter movie

બોલિવૂડ / 9 વાગ્યે સૂવું અને ડાયટમાં ઈંડા- 'ફાઈટર' મૂવી માટે ઋતિક રોશને આ રીતે બનાવી 8 પેક બૉડી

Vaidehi

Last Updated: 07:54 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં 12 વર્ષોથી ક્રિસ એક્ટર ઋતિક રોશનનાં ફિટનેસ ઈંસ્ટ્રકટર તરીકે કામ કરી રહ્યાં છે. એક્ટરની ગ્રીક ગોડ બૉડીને મેઈનટેન કરવાનો તમામ શ્રેય તેમના ટ્રેનરને જાય છે. ઋતિકે પોતાની અપકમિંગ ફિલ્મ ફાઈટર માટે બૉડી બનાવવા પાછળ પણ ખાસ મહેનત કરી છે.

  • ઋતિક રોશને ફાઈટર મૂવી માટે આ રીતે બનાવી બૉડી
  • 9 વાગ્યે સૂવું અને સાથે ઈંટેંસ વર્કઆઉટ
  • ટ્રેનરે એક્ટરનાં શિડ્યૂલની આપી માહિતી

ઋતિક રોશન પોતાની ફિલ્મ 'ફાઈટર' ની સાથે સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ ફાઈટર પાયલોટનું પાત્ર ભજવી રહ્યાં છે. ત્યારે આ દમદાર પાત્ર ભજવવા માટે ઋતિક રોશને ઘણી ટ્રેનિંગ લીધી છે. આ સાથે જ તેમણે પોતાના વર્કઆઉટ અને ડાયટ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે.  ઈન્ડિયા ટૂડે સાથેની વાતચીત દરમિયાન એક્ટરનાં ટ્રેનર ક્રિસે એક્ટરની ગ્રીક બૉડી બનાવવા પાછળની મહેનત અંગે જણાવ્યું હતું.

Hrithik Roshan

9 વાગ્યે સૂવાનો શિડ્યૂલ
ટ્રેનર ક્રિસે કહ્યું કે ઋતિકનાં વર્કઆઉટની જ્યારે વાત આવે છે તો તેને લઈને એક્ટર ખૂબ ડેડિકેટેડ અને ફોકસ છે. તેઓ પોતાના શિડ્યૂલને ગંભીરતાથી લે છે. તેથી હું ઋતિકનાં મામલામાં એકદમ તૈયાર રહું છું. એટલું જ નહીં જ્યારે કોઈ ગીતમાં તેઓ શર્ટલેસ રહેવાનાં હોય ત્યારે પણ હું સેટ પર હાજર રહું છું. હું તેમના ડાયટ અને વર્કઆઉટમાં જરૂરિયાત હિસાબે ફેરફાર કરું છું. જો જરૂર હોય તો હું મેક્રોઝ, ગ્લાયકો અને અન્ય ચીજોનું પણ ધ્યાન રાખું છું.

ફાઈટર માટે આ રીતે બૉડી બનાવી
ટ્રેનરે કહ્યું કે સૌને સફળતા દેખાતી હોય છે પણ એ પહેલા અને તેના પછી ઘણો ત્યાગ કરવો પડતો હોય છે. ઋતિકની સ્ક્રીન પર જે બૉડી દેખાઈ રહી છે તેના માટે ઘણી તૈયારી કરવી પડી છે. તેમણે કહ્યું કે જ્યારે દિવસમાં શૂટ હોય ત્યારે અમે શિડ્યૂલની જલ્દી શરૂઆત કરીએ છીએ. સવારે 5-6 વાગ્યે ઋતિક પોતાનો નાસ્તો કરે છે અને તેનાં 45 મીનિટ બાદ જીમ જાય છે. વર્કઆઉટમાં વધુ સમય નથી લાગતો...માત્ર 1 કલાક. પણ આ એક કલાક તેઓ ઈંટેંસ અને ખુબ મુશ્કેલ વર્કઆઉટ કરે છે. તેમના સ્લીપ શિડ્યૂલનાં હિસાબે અઠવાડિયામાં 5 દિવસ વેટ ટ્રેનિંગ કરવામાં આવે છે.

વધુ વાંચો:રણબીર-આલિયાના રિલેશન પર ઉઠ્યા સવાલ, નીતૂએ કહ્યું જે કરવું હોય કરો...

અંડા-ફિશનો ડાયટમાં સમાવેશ
ઋતિક રોશનનાં ડાયટ અંગે ટ્રેનરે જણાવ્યું કે ઋતિક દિવસભરમાં 6-7 વખત બ્રેક સમયે કંઈને કંઈ ખાય છે. પણ તેઓ જ્યારે આટલી વખત નથી ખાઈ શકતાં ત્યારે આ તમામ ચીજો શેકરૂપે પીવે છે. તેમણે કહ્યું કે ઋતિકનો નાઈટ ટાઈમ 9 વાગ્યાઓ છે..તેનાથી લેટ નહીં. જમવામાં તેઓ એગ વાઈટ, ચિકન, પ્રોટીન, ફિશની સાથે કોમ્પ્લેક્સ કાર્બસ જેવા કે ઓટ્સ, કિનુઆ, ભાત વગેરે હોય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ