બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / How to control blood pressure Know its remedies and causes of illness

હેલ્થ / હાઇ બ્લડ પ્રેશરને અવગણશો નહીં, તે જીવ પણ લઇ શકે છે, જાણો તેના કારણો અને ઉપાયો

Vishal Dave

Last Updated: 07:16 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારની લાઈફસ્ટાઈલના કારણે બ્લડ પ્રેશરની બીમારી હાલમાં યુવાનોમાં પણ થવા લાગી છે. આબીમારીને કારણે વ્યક્તિએ જીવ ખોવાનો પણ વારો આવે છે. જેથી હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે.

હાઈ બ્લડ પ્રેશરની બીમારીને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જેમાં બ્લડ પ્રેશર 90 થી 140 સુધી પહોંચી જાય છે. દિવસમાં કેટલીકવાર બ્લડ પ્રેશર વધી જતુ હોય છે પરંતુ તે તુરંત ઓછુ પણ થઈ જતુ હોય છે. જો આ બ્લડ પ્રેશર સતત વધેલુ રહે તો સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે. જેમાં હાર્ટ ફેલ અને હાર્ટ અટેક થવાની શક્યતા વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પોતાની લાઈફસ્ટાઈલ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. કેટલાક કિસ્સામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીમાં તેના લક્ષણો પણ દેખાતા નથી. હાલના સમયમાં બ્લડ પ્રેશરની બીમારી વૃદ્ધો ઉપરાંત યુવાનોમાં પણ જોવા મળી રહી છે. આજે આપણે બ્લડ પ્રેશરના કારણો અને તેના ઉપાયો વિશે જાણીશું.

બ્લડ પ્રેશરની બિમારીને કેવી રીતે કાબુ કરવી ?

હેલ્ધી ડાયટ : જો તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માંગતા હોય તો તમારે તમારી ડાયટમાં સુધારો કરવો જરૂરી છે. તમારા ભોજનમાં મીંઠુ એટલે કે સોડિયમનું પ્રમાણ ઘટાડી પોટેશિયમની માત્રા વધારી દો. આ સાથે તમારે ચરબીવાળો ખોરાક પણ ઓછો કરી દેવો જોઈએ અને ફળો, શાકભાજી વધારે પ્રમાણમાં ખાવા જોઈએ.

વ્યાયામ કરો : હાઈપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. જેમાં વેઈટ લિફ્ટિંગ, એરોબિક, સ્પીડ વોકિંગ જેવી એક્સરસાઈઝ સામેલ છે. વ્યાયામથી   BP કંન્ટ્રોલમાં રહે છે અને બીજી બીમારીથી પણ બચી શકાય છે.

સ્ટ્રેસ ઘટાડો : પહેલા સ્ટ્રેસની સમસ્યા મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળતી પરંતુ હવે યુવાનોમાં પણ સ્ટ્રેસની સમસ્યા જોવા મળે છે, જેથી તેના કારણે બ્લડ પ્રેશર વધારતા હોર્મોન્સ વધે છે. જેનાથી રક્ત વાહીકાઓ પર દબાણ વધે છે અને બ્લડ પ્રેશર વધે છે. જેથી બ્લડ પ્રેશરના દર્દીએ સ્ટ્રેસથી દૂર રહેવુ.

ધુમ્રપાન ન કરવું : જો તમે સિગારેટ કે કોઈ અન્ય ધુમ્રપાન કરો છો તમારૂ બ્લડ પ્રેશર વધે છે. તમાકુંમાં રહેલું નિકોટિન તમારી રક્ત કોશિકાઓને સંકુચિત કરી નાખે છે જેનાથી બ્લડ પ્રેશર વધવા લાગે છે.

વજન કંટ્રોલ કરવો : વધારે વજનથી બ્લડ પ્રેશરની બીમારીની શક્યતા વધી જાય છે. જેથી લોકોએ વજન મેન્ટેન કરવું જોઈએ, નહીં તો બ્લડ પ્રેશરની સાથે ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે.


આ પણ વાંચોઃ  સ્કીન માટે વરદાન તો પેટ માટે રામબાણ છે આ છોડ, ચમત્કારી ફાયદા જાણીને દંગ રહી જશો

 

આ લોકોને થઈ શકે છે હાઈપર ટેન્શન 

હવે વધતી ઉંમરવાળા લોકોને જ નહીં પરંતુ નાની ઉંમરમાં પણ બ્લડ પ્રેશરની સમસ્યા વધવા લાગી છે. જે લોકોનું વજન વધારે હોય છે તેમને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધી જાય છે.

લાઈફસ્ટાઈલ ખરાબ હોવાના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે. જેમાં વધુ પડતું સોડિયમ એટલે કે મીંઠુ ખાવું, પોટેશિયમની ઉણપ સામેલ છે. આ સિવાય કસરત ન કરવી પણ બ્લડ પ્રેશરની સમસ્યા માટે જવાબદાર છે.

જો પરિવારમાં કોઈને બ્લડ પ્રેશરની બીમારી રહી હોય તો અન્ય લોકોને પણ તે બીમારી થવાની શક્યતા રહે છે.   આ સિવાય મહિલાઓને 55 વર્ષની ઉંમર બાદ અને પુરૂષોમાં 55 પહેલા પણ હાઈપરટેન્શનની શક્યતા રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ