બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / How much government package will work for Narmada flood affected areas?

મહામંથન / નર્મદા પૂર પ્રભાવિત વિસ્તારો માટે સરકારી પેકેજ કેટલું કામ લાગશે? લોકોની ખરી સમસ્યાનું શું? શું છે ખેડૂતોની માગ

Vishal Khamar

Last Updated: 08:49 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતનાં વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ લોકોનાં ઘર તેમજ ખેતરમાં ઉભા પાક પર પાણી ફરી વળતા લોકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેને લઈ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારો માટે આજે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીએ નર્મદામાં પુર આણ્યું, અને એક જ રાતમાં નદીના પુરને કારણે પાણી શહેરો અને ગામોમાં ફરી વળ્યા. પાણીએ એવી તબાહી મચાવી કે ખેતરોમાં મહામહેનતે ઉભો કરેલો ખેતીનો પાક નષ્ટ થયો. નર્મદા, ભરૂચ અને વડોદરાના ખેડૂતો માટે સરકારે સહાય પેકેજની જાહેરાત પણ કરી. પણ, ખેડૂતો અનુભવી રહ્યાં છે કે અચાનક આવેલા પાણીએ એવી રીતે મહેનતને પણ પાણીમાં વહાવી છે કે આ સિઝન તો બેઠું થવું મુશ્કેલ છે.

  • રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર
  • ભરૂચ, નર્મદા અને વડોદરા માટે રાહત પેકેજ જાહેર
  • SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર
  • 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે

શહેરોમાં જ્યાં જ્યાં નેતાઓ ગયા ત્યાં ત્યાં એમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. લોકોની મદદના નામે ગયેલા સત્તાધીશોએ જનતાના રોષનો ભોગ પણ બનવું પડ્યું. ઘરમાં રાખેલી ઘરવખરી બચાવવાનો પણ સમય ન મળ્યો, સદનસીબે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો જીવ બચાવી શક્યા, જ્યાં જીવ સાથે જંગ હતો ત્યાં બચાવરાહતનું કામ પણ કરવું પડ્યું. શહેરોમાં દુકાનોમાં રાખેલો સામાન પાણીમાં પલળી ગયો, રોજીરોટી માટે ભેગું કરેલું પૂરમાં તબાહ થયું. સરકારની સહાય એ હંમેશા મદદ જ હોય છે, પણ એ મદદની સામે પણ જેનું નુકસાન થયું છે તેમના પ્રશ્નો છે.

ખેડૂતોને સહાય,રાહતનું એલાન!
રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.  ભરૂચ, નર્મદા અને વડોદરા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.  SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરાયું.  33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. હેક્ટર દીઠ રૂપિયા 25 હજારની મર્યાદામાં સહાય મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે. બાગાયતી પાકોમાં મહત્તમ 1 લાખ 25 હજારની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.  સરકારે સરવે શરૂ કર્યો છે ત્યાર બાદ સહાય ચૂકવાશે. SDRFના હેક્ટરદીઠ રૂપિયા 8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. રૂપિયા 17 હજારથી રૂપિયા 25 હજારની વધારાની સહાય ચૂકવાશે. ડિજીટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

 

મહીસાગર જિલ્લાના કયા ગામો અસરગ્રસ્ત?

લાબડિયા

ખલાસા 1

ખલાસા 2

ખારોલ

બોરડી

 

મહીસાગરમાં કયા પાકને નુકસાન?

જુવાર

ડાંગર

કપાસ

દિવેલા

ભીંડા સહિતની શાકભાજી

 

વડોદરાના કયા ગામોમાં અસર?

નારેશ્વર

બરકાલ

સિનોર

ચાણોદ

રાજપરા

માલતર

દિવેર

દેરોડી

કહોના

સાયર

મોલેઠા

વરખડ

સિશોદ્રા

 

વડોદરામાં કયા પાકોમાં નુકસાન?

કેળ

કપાસ

શેરડી

તુવેર

દિવેલા

 

ભરૂચના કયા ગામોમાં નુકસાન?

ગુવાલી

નાના સાંજા

ભાલોદ

ઝગડીયા

માંડવા

સામોર

નવા કાંસિય

જૂના કાંસિયા

છાપરા

નવા દીવા

જૂના દીવા

ધનસુરીયા

પુન ગામ

સજોડ

કોઈલી

ઉપરાજ

 

ભરૂચમાં કયા પાકોને નુકસાન?

કેળ

શેરડી

પરવર

કારેલા

દૂધી

ગલકાં

પપૈયા

રીંગણ

તુવેર

કપાસ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ