બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / How can a farmer protect his crops against nilgai swarms?

મહામંથન / ખેડૂત નીલગાયના ઝૂંડ સામે પોતાના પાકને કેવી રીતે બચાવે? સરકારે અત્યાર સુધી શું લીધા પગલા?

Vishal Khamar

Last Updated: 08:43 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કમોસમી વરસાદનાં કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ખેતરમાં નીલગાયનાં ત્રાસનાં કારણે પણ પાકને નુકશાન થાય છે. ત્યારે વગર વાંકે ખેડૂતોએ ખેતરમં રાત્રી ઉજાગરા કરવા પડે છે.

એક સાંધો ત્યાં તેર તૂટે, આ કહેવત ખેડૂતને સુપેરે લાગુ પડે છે. માવઠાના મારથી તો ખેડૂત પરેશાન છે જ ત્યાં ખેડૂતના પાકનો સોથ વાળી દેવા નીલગાયની ઝૂંડ પણ જાણે કે તૈયાર છે.. મોરબીના હળવદમાં એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં નીલગાયનો શિકાર કરવા માટે વાડી માલિકે 60 હજાર જેવા પગારથી બે શખ્સોને રાખ્યા હતા. જો કે આ ઘટનામાં સિક્કાની અનેક બાજુઓ પણ તપાસમાં સામે આવી હોવાનું ખુલ્યુ છે. અહીં મહત્વનો સવાલ એ છે કે કુદરતી આફત ખેડૂતના પાકને નુકસાન પહોંચાડે તે સ્થિતિ કદાચ સમજી શકાય પણ નીલગાય જે પાકને નુકસાન કરે છે તેનાથી કોણ બચાવે?, શું એવી સ્થિતિ આવીને ઉભી રહેશે કે વગર વાંકે ખેડૂતોએ પોતાના ખેતરમાં રાત્રી ઉજાગરા કરવા પડે.. સવાલ એ પણ છે કે એકલદોકલ ખેડૂત નીલગાયના ઝૂંડ સામે પોતાના પાકને કેવી રીતે બચાવે?, સીમાંત ખેડૂતોની મુશ્કેલી એ થાય કે નાની એવી જમીનમાં તેને ફેન્સિંગ બહુ મોંઘુ પડે. આવી તો અનેક ઉપાધિ છે, અનેક સવાલો છે જેના જવાબ ખેડૂતો લાચાર મોંએ માગી રહ્યા છે.

  • ખેડૂતના પાકને પશુના કારણે પારાવાર નુકસાન
  • રાની પશુઓ ખેડૂતના ખેતર સાફ કરી નાંખે છે
  • નીલગાયને કારણે અનેક ખેતરમાં પાકના નાશ થયા
  • ખેડૂતો માટે અતિશય કપરી સ્થિતિનું નિર્માણ થયું

ખેડૂતના પાકને પશુના કારણે પારાવાર નુકસાન થાય છે.  રાની પશુઓ ખેડૂતના ખેતર સાફ કરી નાંખે છે. નીલગાયને કારણે અનેક ખેતરમાં પાકના નાશ થયા. ખેડૂતો માટે અતિશય કપરી સ્થિતિનું નિર્માણ થયું. હવે સ્થિતિ એ છે કે ખેડૂતોએ પાકના રક્ષણ માટે રોજડાના શિકાર કરવા પડે છે. રોજડાનો શિકાર કરે તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય છે. ખેડૂત માટે મુશ્કેલી એ છે કે પાકનું રક્ષણ કઈ રીતે કરવું.

નીલગાયની રંજાડ ક્યા જિલ્લામાં વધુ?

ગીર-સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
જૂનાગઢ
સુરેન્દ્રનગર
ભાવનગર
અમરેલી
સાબરકાંઠા
પાટણ
બનાસકાંઠા
ખેડા

 નીલગાયની રંજાડ ક્યા જિલ્લામાં વધુ?

ગીર-સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
જૂનાગઢ
સુરેન્દ્રનગર
ભાવનગર
અમરેલી
સાબરકાંઠા
પાટણ
બનાસકાંઠા
ખેડા
  • એકલદોકલ ખેડૂતો ઝૂંડ સામે પાકનું રક્ષણ નથી કરી શક્તા
  • નીલગાયને ભગાવવાથી બીજા ખેતરમાં તે નુકસાન પહોંચાડે છે
  • ખેતરમાં થતા તમામ પાકને તે નુકસાન પહોંચાડી શકે છે
  • પ્રજનનક્ષમતા વધુ છે એટલે તેની સંખ્યા ઝડપથી વધે છે 

નીલગાયથી પાકને વધુ જોખમ કેમ?
ખેતરમાં ઝૂંડમાં આવે છે. એકલદોકલ ખેડૂતો ઝૂંડ સામે પાકનું રક્ષણ નથી કરી શક્તા. નીલગાયને ભગાવવાથી બીજા ખેતરમાં તે નુકસાન પહોંચાડે છે. ખેતરમાં થતા તમામ પાકને તે નુકસાન પહોંચાડી શકે છે. પ્રજનનક્ષમતા વધુ છે એટલે તેની સંખ્યા ઝડપથી વધે છે. નીલગાય લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે.

  •  નીલગાયના ત્રાસ સામે તૈયાર પાકને બચાવવો
  • કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં વગર કારણે ખેડૂતે ઉજાગરા કરવા પડે છે
  • ગીર-સોમનાથ જેવા જિલ્લામાં મોટાભાગના ખેડૂત સીમાંત છે
  • સીમાંત ખેડૂતો પાસે 4 થી 5 વીઘા જેટલી જ જમીન હોય છે
  • 4 થી 5 વીઘામાં ખેડૂતોને ફેન્સિંગ બહુ મોંઘુ પડે છે

ખેડૂતોની મુશ્કેલી શું છે?
નીલગાયના ત્રાસ સામે તૈયાર પાકને બચાવવા કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં વગર કારણે ખેડૂતે ઉજાગરા કરવા પડે છે. ગીર-સોમનાથ જેવા જિલ્લામાં મોટાભાગના ખેડૂત સીમાંત છે. સીમાંત ખેડૂતો પાસે 4 થી 5 વીઘા જેટલી જ જમીન હોય છે. 4 થી 5 વીઘામાં ખેડૂતોને ફેન્સિંગ બહુ મોંઘુ પડે છે. નીલગાય તાર નીચેથી કે ઉપરથી કૂદીને ખેતરમાં આવી જાય છે. ઝટકા મશીન મુકી શકાય છે પરંતુ અન્ય પ્રાણીનું મૃત્યુ થાય તો નવી ઉપાધિ શરૂ થાય. ત્યારે હળવદમાં ખેડૂતે નીલગાયના શિકાર માટે માણસો રાખ્યા હતા. નીલગાયના શિકાર બદલ વાડી માલિક અને શિકારીઓની ધરપકડ થઈ. ખેડૂત માટે હવે કાયદાની આંટીઘૂંટીમાં ફસાવવાની મુશ્કેલી ઉભી થઈ છે.

નીલગાયથી પાકનું રક્ષણ કેવી રીતે થઈ શકે?

  •  ખેતરની ચારેબાજુ તારનું ફેન્સિંગ થઈ શકે
  • વનવિભાગને નીલગાય અંગે જાણકારી આપવી
  • ખેતરની ફરતે થોડા અંતરે બિનઉપયોગી રંગીન કાપડ લગાવવું
  • રંગીન કાપડ જોઈને નીલગાય ખેતરથી દૂર રહે છે
  • ખેતરની ચારેબાજુ દિવાલ બનાવી શકાય છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ