સ્કૂલમાં ભણી રહેલા છોકરાઓને નાની ઉંમરમાં સારા સંસ્કાર આપવા પડશે નહીંતર તેઓ ગમે ત્યારે માતાપિતા કે બીજા માટે અસહજ સ્થિતિ પેદા કરી શકે છે. ઓનલાઈન ક્લાસમાં એક છોકરાએ તેની લેડી ટીચરને સાવ અશ્લિલ પૂછ્યો હતો જોકે ટીચરે પણ તેને તેના ઘરનું ઉદાહરણ આપીને ચૂપ કરાવી દીધો હતો. આ ઘટના પરથી ખબર પડે કે છોકરાઓના મનમાં કેવી કેવી વાતો ચાલી રહી છે.
રક્ષિતા સિંહે કહ્યો પોતાનો અનુભવ
ઈન્સ્ટાગ્રામ પર રક્ષિતા સિંહ બાંગર નામની એક લેડી ટીચરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે તેમણે એક સ્ટુડન્ટના અશ્લિલ સવાલનો જવાબ કેવી રીતે આપ્યો હતો. ટીચરે કહ્યું કે ઓનલાઈન ક્લાસ વખતે એક છોકરાએ મને પૂછ્યું કે મેમ બાળકો કેવી રીતે પેદા થાય છે પ્રેક્ટિકલ કરીને દેખાડો. સ્ટુડન્ટનો જવાબ સાંભળીને ટીચરે પહેલા તો થોડા ક્ષોભવાયા પરંતુ પછી તેમણે પણ તેની ભાષામાં જવાબ આપ્યો. ટીચરે તેને કહ્યું કે "મમ્મી પાસે કરાવો. મમ્મીએ કરી બતાવ્યું છે. જો, દીકરા, હું પરણી નથી તેથી મને પ્રેક્ટિકલ નોલેજની ખબર નથી. મમ્મીએ કરી બતાવ્યું છે. મમ્મીને પૂછ. જો તમે કોઈની બહેન, પુત્રી અથવા માતા પર ટિપ્પણી કરો છો, તો તમારા પ્રિયજનો વિશે પણ આવી જ કલ્પના કરો. તેણે કહ્યું કે હું તારા કરતાં પાંચ વર્ષ મોટી છું અને તારે આવા સવાલ ન કરવા જોઈએ. ટીચરનો જવાબ સાંભળીને સ્ટુડન્ટે માફી માગી હતી.
મહિલા ટીચરોને વિદ્યાર્થીઓની છેડતીનો પણ સામનો કરવો પડતો હોય છે
બાદમાં ટીચરે એવું પણ કહ્યું કે મહિલા ટીચરોને વિદ્યાર્થીઓની છેડતીનો પણ સામનો કરવો પડતો હોય છે. રક્ષિતાએ કહ્યું કે, સમાજે મહિલા શિક્ષકોને જોવાની રીતને બદલવાની જરૂર છે. એક શિક્ષક તરીકે, મને હંમેશાં એવું લાગ્યું છે કે બાળકોને ભણાવવાની જ નહીં, પરંતુ તેમને વધુ સારા માનવી બનવામાં મદદ કરવાની જવાબદારી પણ મારી છે ! કેટલાક સ્પામર્સ આવે છે, હું સામાન્ય રીતે તેમને પ્રેમથી સમજાવું છું.
બાળકોને નાની ઉંમરે સારા સંસ્કાર આપવા પડશે
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોએ પણ બાળકોને સુધારવાની અને નાની ઉંમરે સારા સંસ્કાર આપવાનું જણાવ્યું છે. બાળકોના મનમાં કૂતૂહલ થાય તે કુદરતી છે પરંતુ તેને બીજી રીતે પણ જવાબ આપી શકાય. ટીચરે જે જવાબ આપ્યો તે પણ અયોગ્ય જ લાગે કારણ કે તેમણે પણ જેવા સાથે તેવાનો વ્યવહાર કર્યો તેઓ બીજી સારી રીતે સ્ટુડન્ટના સવાલનો જવાબ આપી શક્યા હોત.