બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ફેશન અને સૌંદર્ય / home remedies for making the White Grey Hair Black

તમારા કામનું / સફેદ વાળને કાળા કરવાનો અકસીર ઉપાય, ઘરમાં રહેલી આ 5 સામગ્રી બનશે વરદાનરૂપ, તાત્કાલિક કરો પ્રાકૃતિક ઈલાજ

Vaidehi

Last Updated: 05:14 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to Make White Hair Black: કેમિકલ બેસ્ડ હેરકલરનો ઉપયોગ કર્યા વગર સફેદ વાળને પાછા કાળા કરી શકો છો. ઘરમાં જ ઉપલબ્ધ એવી આ પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરો.

  • વાળને કાળા કરવાનો ઘરેલૂ ઉપાય
  • રસોડામાં રહેલી આ ચીજો બનશે અકસીર
  • થોડા દિવસોમાં જ જોવા મળશે પરિણામ

How to Make White Hair Black: આજકાલનાં સમયમાં લાઈફસ્ટાઈલમાં ફેરફાર થવાને લીધે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. ખાણીપીણીની આદતો સિવાય હવામાં રહેલ પ્રદૂષણ અને તમારા શેમ્પૂમાં રહેલ કેમિકલ્સ વાળને ડેમેજ કરે છે અને સફેદ બનાવે છે. તેવામાં જો તમે હેરકલરનાં ઉપયોગ વિના વાળને કાળા કરવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપાય તમારા માટે વરદાન બની શકે છે.

કૉફી
કૉફીની મદદથી તમારા વાળને તમે કલર કરી શકો છો. તેના માટે અડધો કપ કૉફી પાઉડર લઈને તેમાં થોડું પાણી મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં લગાડીને એક કલાક માટે છોડી દો. પછી વાળને ધોઈ લેશો તો વાળ કાળા થયાં હશે.

કોકોનટ ઑયલ અને લીંબુનો રસ
વાળને કાળા કરવા માટે નારિયળ તેલ અને લીંબુનાં રસનો ઉપયોગ કરવો. 2 ચમચી કોકોનટ ઓયલમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળનાં મૂળમાં અપ્લાય કરવું. માલિશ કરીને અડધો કલાક માટે ઓયલને વાળમાં રહેવા દેવું. ત્યારબાદ નોર્મલ પાણીથી તેને ધોઈ લેવું. થોડા દિવસોમાં વાળ કાળા થવા લાગશે.

બટેટાની છાલ
આલૂની છાલ તમારા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે છે. તેના માટે તમારે એક બાઉલ છાલને એક ગ્લાસ પાણીમાં ગરમ કરવું. તેમાંથી જે સ્ટાર્ચ નિકળે તેને કોઈ વાસણમાં એકઠું કરવું. પછી વાળને નોર્મલ રીતે ધોવું અને છેલ્લે આ સ્ટાર્ચવાળા પાણીથી ધોવું.

બ્લેક ટી
બ્લેક ટીને પાણીમાં નાખીને ઊકાળી લેવું. આ બાદ તેમાંથી પાન દૂર કરી અને ઠંડુ થવા દેવું. આ પાણીને વાળમાં લગાવવું અને એક કલાક સુધી રાખી મુકવું. છેલ્લે સામાન્ય પાણીથી ધોઈ લેવું. થોડા દિવસો સુધી આવું કરવાથી વાળ કાળા થવા લાગશે.

ડુંગળીનો રસ
વાળનો ગ્રોથ સારો કરવા માટે લોકો ડુંગળીનો ઉપયોગ કરતાં જ હોય છે. પરંતુ ડુંગળી સફેદવાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. 2 ચમચી ડુંગળીનાં રસમાં લીંબુનો રસ મિક્સ કરી લેવો અને આ મિક્સચરને સ્કાલ્પ પર લગાવી દેવું. અડધાં કલાક બાદ સાદા પાણીથી હેરવૉશ કરી દેવું. અઠવાડિયામાં 2 વખત આવું કરવાથી વાળ કાળાં થવા લાગશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ