બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Holika Dahan celebration across Gujarat

ઉત્સાહભેર / ગુજરાતભરમાં હોલિકા દહનની ઉજવણી, ગામડાના ચોકથી લઈ શહેરોની સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા દર્શન

Vishnu

Last Updated: 11:27 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અપાર શ્રદ્ધા સાથે અનેક જગ્યાએ હોલિકા દહન કરાઇ, ક્યાંય પરંપરાગત તો ક્યાંય નાચ ગાન સાથે હોળીની ઉજવણી કરાઇ

  • રંગોના તહેવારની ઉજવણી
  • હોલિકા દહનની પ્રદક્ષિણા
  • પરંપરાગત રીતે હોલિકા દહન

રાજ્યભરમાં ઉત્સાહભેર હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં હોળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી છે. અનેક વિસ્તારોમાં છાણાની હોળી પર મૂર્તિઓ બનાવીને દહન કરવામાં આવ્યું હતું. મંદિર ચોક, શાક માર્કેટ, ગોમતી ઘાટ પર આયોજન થયું હતું. તો આ તરફ પાટનગરના પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જુની પરંપરા છે. 

બનાસકાંઠામાં આદિવાસી નૃત્યો પર હોળીનું દહન
તો આ તરફ બનાસકાંઠાના આદીવાસી સમાજમાં હોળીનું અનેરૂ મહત્વ છે. ઢોલના ધબકારા સાથે આદિવાસી નૃત્યો પર હોળીનું દહન થયું હતું. આ નૃત્યમાં મહિલાઓ પણ જોડાય હતી. અમીરગઢ, વિરમપુર, ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી. 


પાવગઢ મંદિર ટ્રસ્ટ તરફથી હોલિકા દહનનું આયોજન
પંચમહાલમાં યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ પર પરંપરાગત હોળી ઉજવવામાં આવી હતી. પાવગઢ મંદિર ટ્રસ્ટ તરફથી હોલિકા દહનનું આયોજન થતા ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. તો આ તરફ અરવલ્લીના માલપુરમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે. પી. જી. મહેતા હાઈસ્કૂલના મેદાનમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.

જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા
રંગોના તહેવાર હોળીના પર્વની દેશભરમાં ઉજણવી કરાય છે. જેમાં હોળીના એક દિવસ પહેલાની રાત્રીએ હોળીકા દહન કરાય છે. આ હોળીકા દહનની ઉજવણી રાજ્યભરમાં કરાઈ હતી. જેમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર, નર્મદા સહિતના વિસ્તારમાં હોળી પરંપરાગત રીતે ઉત્સાહભેર રીતે ઉજવાઈ હતી. જ્યાં લોકોએ મોટી સખ્યામાં હાજર રહી પરંપરા મુજબ હોળીકા દહનના દર્શન કરી તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી

અમદાવાદ,સુરત વડોદરામાં હોલિકા દહન કરવામાં આવી
હોળીના પર્વની ઠેર ઠેર ધામ-ધૂમથી ઉજવણી થઈ રહી છે. જેમાં લોકો દ્વારા પરંપરા મુજબ હોળીકા દહન કરવામાં આવ્યુ હતુ. રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોના અલગ અલગ વિસ્તારોમાં હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરીને તહેવારની ઉજવણી કરાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમાં સુકા, લાકડા, છાણ અને ઘાસના ઉપયોગથી હોળીકા દહન કરવામાં આવ્યુ હતુ.

રાજકોટના રણછોડ નગરમાં ફરતી હોળીનું આયોજન
રાજકોટમાં અનોખી રીતે હોળીનું આયોજન કરાયું છે. શહેરના રણછોડ નગર વિસ્તારમાં ફરતી હોળીનું આયોજન કરાયું. જી હા હોળીને ધરી પર ફરતી કરીને અનોખી રીતે આયોજન  કરાયું છે. પરંપરાગત હોળીની સાથે ફરતી હોળી જોવાનું આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

'ભારે પવન સાથે વરસાદ': અંબાલાલ પટેલ
હોળીની જ્વાળા જોઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે જ્વાળાઓ વાયવ્ય દિશા બાજુ દેખાઈ છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે. તેમજ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શક્યતા છે.

'ઉનાળો ખૂબનો તપશે': અંબાલાલ પટેલ
તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે. અંબાલાલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલ  બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ