બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Himmatnagar Panpur 2 workers died when a wall collapsed during construction

સાબરકાંઠા / હિંમતનગરના પાનપુરમાં મોટી દુર્ઘટના, સેન્ટિંગના ચાલુ કામે દીવાલ તૂટતાં 2ના મોત, માથું ફાટી ગયું

Dinesh

Last Updated: 05:51 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: હિંમતનગરના પાનપુરમાં બાંધકામ સમયે દીવાલ તૂટતા 2 શ્રમિકના મોત થયા, સેન્ટિંગના કામ કરતા સમયે ઘટના બની હતી

રાજ્યમાં ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હોવાની ઘટના સામે આવી છે.  હિંમતનગરના પાનપુરમાં બાંધકામ સમયે દીવાલ તૂટતા 2 શ્રમિકના મોત થયા છે. વિગતો મુજબ દીવાલ નીચે દટાતા 2 શ્રમિકના કમકમાટી ભર્યા મોત થયા છે. સેન્ટિંગના કામ સમયે ઘટના બની હતી

અત્રે જણાવીએ કે, અત્યારે બંન્ને મૃતદેહોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે, સમગ્ર દૂર્ઘટના કઈ રતી ઘટી હતી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. જો કે, સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરશે તેવી વિગતો ધ્યાને આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર-નવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી દુર્ઘટના ઘટતી હોય છે જેમાં નિર્દોષ શ્રમિકોના મોત થતાં હોય છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે કે, શું કન્સ્ટ્રક્શન સાઈટના માલિકો પર કંઈ નક્કર કાર્યવાહી નથી કરાતી કે કેમ ? જો કડક કાર્યવાહી કરાય છે તો આવી દુર્ઘટના બનવાનો સિલસિલો કેમ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે, જે તમામ બાબત સંપૂર્ણ તપાસનો વિષય છે.

કોની બેદરકારી ?
ફરી એકવાર બાંધકામ સાઈટ પર દૂર્ઘટના ઘટી છે. જેમાં બે યુવકોના દર્દનાક મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ બનાવ નથી પરંતુ રાજ્યમાં વિવિધ શહેરોમાં નવ નિર્માણ પામી રહેલી વિવિધ બાંધકામ સાઈટ પર આવા અવાર નવાર બનાવો બને છે. થોડા દિવસ અગાઉ એવો જ બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાં બન્યો હતો. જો કે, આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તે તપાસનો વિષય છે. પરંતુ ક્યાંકને ક્યાંક બેદરકારી જવાબદાર હોય તેવી પ્રાથમિક વિગતોમાં જણાઈ રહ્યું છે

વાંચવા જેવું: ગુજરાતમાં વધુ બે દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખે, ઉત્તરના પવનોનું એલર્ટ

અગાઉ સુરતમાં ઘટના બની હતી
સુરતના ડીંડોલી વિસ્તારમાં બાંધકામનું કામ થઈ રહ્યું હતું. જે દરમિયાન 14મા માળે સેંટિંગનું કામ કરી રહેલા 2 શ્રમિકાના પડવાથી મોત થયા હતા. સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ