બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / hidden secret places of the world, kailash, bermuda triangle, northen lights, loktak lake

વિશ્વ પૃથ્વી દિવસ / જ્યાં મૃત આત્માઓનું થાય છે નૃત્ય, જ્યાં અનેક વિમાન-વહાણો થયા ગાયબ, દુનિયા એવી 5 જગ્યાઓ જ્યાં જવું પોચા હ્રદય વાળાનું કામ નહીં

Vaidehi

Last Updated: 07:41 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WORLD EARTH DAYનાં દિવસે જાણો વિશ્વનાં એવા 5 સ્થળો જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ સ્થળો એવા છે કે જે પોતાની પ્રાકૃતિક રચનાને કારણે લોકોનું ધ્યાન પોતાના તરફ આર્કષિત કરે છે.

  • 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ
  • પૃથ્વીમાં આવેલા છે અનેક રહસ્યમય સ્થળો
  • પોતાના ચમત્કારી દ્રશ્યોથી લોકોને કરે છે અચંબિત

આજે WORLD EARTH DAY એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ છે. ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પૃથ્વી ખૂબ શક્તિશાળી અને રહસ્યોથી ભરપૂર છે. દુનિયાનાં અનેક એવા સ્થળો છે જ્યાં અનેક રહસ્યમય કુદરતી ઘટનાઓ બને છે જે લોકોને ચોંકાવી દે છે. તો બીજી તરફ અનેક લોકો પ્રકૃતિનાં ચમત્કારી અને પ્રભાવશાળી દ્રશ્યો જોવાનું સદભાગ્ય મેળવી ચૂક્યાં છે. તો આજે આપણે VTV વિશેષમાં પૃથ્વીનાં એવા રહસ્યમય સ્થળો વિશે જણાવીશું જેના વિશે કદાચ જ કોઈ અવગત હશે.

1. ભારતનું ફ્લોટિંગ તળાવ
ભારતનાં પૂર્વી વિસ્તારમાં આવેલા મણીપુરમાં એક અનોખું સુંદર તળાવ આવેલું છે જેનું નામ લોકટાક લેક છે. નોર્થ ઈસ્ટનું સૌથી મોટું ફ્રેશ પાણીનું તળાવ લોકટક છે. આ લેક ભારતનું એકમાત્ર એવું તળાવ છે જ્યાં ગોળાકાર પાણી પર તરતાં સ્વેમ્પ આવેલા છે. સ્વેમ્પ કે દલદલ એ જમીનનો એવો વિસ્તાર છે કે જે કાયમી ધોરણે પાણીથી ભરેલો રહે છે. તેને સ્થાનિક ભાષામાં ફૂમડી તરીકે ઓળખવામાં આવે છે. અનોખી વાત તો એ છે કે પાણીની નીચે સડો થવાને લીધે ઉપરની સપાટી હંમેશા તરતી રહે છે. તરતી સપાટી હોવાને લીધે આ લેકને ફ્લોટિંગ લેક પણ કહેવામાં આવે છે. ટાપુ જેવા દેખાતા આ તળાવએ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

Photo Source: Outlook India

બિશ્નુપુર જિલ્લામાં આવેલું લોકટક લેક એ ભારતનું એકમાત્ર તરતું અભયારણ્ય છે જેમાં કુલ 233 પ્રકારની વનસ્પતિ મીઠાનાં પાણી પર તરતી જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે આ ટાપુ પર સ્થાનિક માછીમારો કામચલાઉ તરતી ઝૂંપડીઓ પાણી પર બનાવે છે. જેને ફૂમસાંગ કહેવામાં આવે છે. 

2. આંખોને ઠંડક આપતી નોર્ધન લાઈટ્સ
શું તમે જાણો છો કે ઉત્તરી નોર્વે અને આર્કેટિક સાગરમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત્રી હોય છે. આ ગજબ સ્થળ પર કુદરત એક અદભૂત દ્રશ્ય રચે છે જેને જોઈ પ્રવાસીઓ મોહીત થાય છે.  નોર્વેમાં આવેલું ટ્રોમ્સો એક એવું ટાપુ છે જ્યાં પૃથ્વી અને સૂર્યનાં વિદ્યુતભારિત કણો વચ્ચે થતી ચુંબકિય ઊર્જાનાં વિસ્ફોટની ઘટનાને લીધે આકાશમાં લાલ અને લીલાં પ્રકાશો જોવા મળે છે. આ ટાપુ પર સપ્ટેમ્બરથી માર્ચ મહિના દરમિયાન સેંકડો લોકો નોર્ધન લાઈટ્સનું અદભૂત દ્રશ્ય માણવા કિનારા પર ચાદર પાથરીને સાંજથી મોડી રાત્રી સુધી કકડતી ઠંડીમાં બેસે છે.

Photo Source: Domenico 

સ્થાનિકો આ કુદરતી ઘટનાને આજે પણ મૃત આત્માઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય માને છે. નોર્વેમાં આ દ્રશ્ય ડાન્સિંગ લાઈટ્સ તરીકે ઓળખાય છે. ઈટાલિયન ખગોળશાસ્ત્રી ગેલેલિયોએ આ નોર્ધન લાઈટ્સને 1619માં 'ઓરોરા બોરેલિસ' નામ આપ્યું હતું. આ નામ તેમણે રોમનની સવારની દેવી તરીકે ઓળખાતાં ઓરોરા અને ગ્રીકનાં ઉત્તરી પવનનાં દેવતા તરીકે ઓળખાતા બોરિયાસ પરથી આપ્યું હતું.

3.બર્મુડા ત્રિકોણ
ઉત્તર એટલાંટિક મહાસાગરનો એક વિસ્તાર કે જ્યાં અનેક વિમાન અને વહાણોને ગાયબ થઈ ગયાં છે. માહિતી અનુસાર 1854 પછીથી આ વિસ્તારની નજીકથી જે પણ વહાણો કે વિમાનો પસાર થયાં તે એકાએક અદ્રશ્ય થઈ ગયાં.  આ ઘટના પાછળ શું રહસ્ય છે તે હજુ સુધી વિજ્ઞાન કે અન્ય કોઈ જાણી શક્યું નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આ ત્રિકોણમાં અણધાર્યા તોફાનો અને હવાનાં વધારે પડતા બળને લીધે વિમાનો અને વહાણો ખેંચાઈ જતાં હશે પરંતુ આ પણ એક અનુમાન જ છે.

Photp Credit: Wikipedia

રિપોર્ટ અનુસાર 1950માં ઈ.વી. ડબલ્યુ જોન્સ દ્વારા એક છાપામાં આ વિષય પર લેખ લખવામાં આવ્યો હતો જેમાં એવા અનેક વિમાન અને વહાણની યાદી જાહેર કરવામાં આવી હતી જે બર્મુડા ટ્રાયેન્ગલમાંથી એકાએક ગાયબ થઈ ગયાં હોય. એટલું જ નહીં ફ્લાઈટ 19 કે જે અહીં જ ગાયબ થયું હતું તેના વિષે વર્ષ 1962માં અમેરિકન લીજન નામક એક મેગેઝિનમાં  દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટ લીડરને એવું કહેતા સાંભળવામાં આવ્યું હતું કે ' અમે કઈ દિશામાં આગળ વધી રહ્યાં છીએ તે ખબર નથી પડતી, બધું જ અલગ છે, ખોટું જણાઈ રહ્યું છે, દરિયો પણ જેવો હોવો જોઈએ તેવો દેખાતો નથી.'

4. ઓસ્ટ્રેલિયાનું ગુલાબી તળાવ
એડિલેડથી 2 કલાકનાં અંતર પર આવેલા Bumbunga લેકને ' બબલગમ કિનારા' તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંતઋતુ દરમિયાન આ તળાવનાં પાણીનો રંગ ગુલાબી થઈ જાય છે. આ અદભૂત કુદરતી ઘટના માટે Bumbunga lake દુનિયાભરમાં જાણીતું છે. આ તળાવનું પાણી માત્ર ગુલાબી જ નહીં પરંતુ સીઝન પ્રમાણે સફેદથી બ્લૂ અને ઘણીવાર ગુલાબી થાય છે.  પાણીની ખારાશને આધારે આ પાણીનો રંગ વર્ષ દરમિયાન અનેકવાર બદલાય છે. 

સ્થાનિક લોકોનાં કહેવા અનુસાર આ તળાવનું ગુલાબી પાણી ત્યારે જ હોય છે જ્યારે તે અત્યંત ખારાશવાળું બને છે. આ ખારાશ દરિયાનાં પાણીથી પણ 5 ઘણી વધારે માત્રામાં હોય છે. વિજ્ઞાન અનુસાર જ્યારે તમે પાણીમાં મીઠાંનું પ્રમાણ અનેકઘણું વધારો છો તો તે પાણીમાં કંઈ જ ઊગી શકતું નથી અને પાણી એક ચોક્કસ પ્રકારનો રંગ છોડવા માંડે છે. સંભવત: આ જ કારણે આ તળાવનું પણ પાણી ગુલાબી રંગમાં પરિવર્તિત થતું હશે. અનેક ગાયકો, એક્ટર્સ અને ફોટોગ્રાફર્સ સીઝન દરમિયાન આ સ્થળે સુંદર બેકગ્રાઉન્ડ કેપ્ચર કરવા માટે પહોંચી જતાં હોય છે.

5. ભારતનું રહસ્યમય કૈલાશપર્વત
દુનિયાનાં સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ કે જેની ઊંચાઈ 8848 મીટરની છે ત્યાં આશરે 7000 લોકો ચડી ચૂક્યાં છે પરંતુ ભારતનું કૈલાશ પર્વત કે જેની ઊંચાઈ એવરેસ્ટ કરતાં 2000 મીટર ઓછી હશે તેના પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી.  તેની પાછળ અનેક કારણો આજ સુધી જાણવા મળ્યાં છે. એક કારણ છે કે કૈલાશનો કોણ 65 ડીગ્રી આસપાસ છે જેના લીધે ચઢાણ અઘરું બની જાય છે. 

Photo Source: Vedicfeed

તિબેટનાં કેટલાક ગુરુઓ માને છે કે આ પર્વતની આસપાસ અલૌકિક શક્તિઓ આવેલી છે જેના લીધે કૈલાશની ટોંચની નજીક પહોંચતાની સાથએ જ મગજ શૂન્યાવકાશ થઈ જાય છે.  અન્ય એક કારણ એ પણ છે કે કૈલાશપર્વતની ટોંચનો બરફ કોઈ પણ સીઝનમાં ઓગળતો નથી. આ એક રહસ્યમય ઘટના છે. જો કે કૈલાશની આસપાસનાં કેટલાક પર્વતો પરનો બરફ ગરમીનાં સમયમાં ઓગળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ