બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Henceforth no entry in Okha-Bet Dwarka ferry boat without ticket

નિર્ણય / હવેથી ટિકિટ વિના ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં એન્ટ્રી નહીં મળે, જાણો શું રહેશે દર

Malay

Last Updated: 09:12 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ માટે હવેથી ટિકિટ લેવી પડશે, અગાઉથી ટિકિટ લીધી હશે તેમને જ બોટમાં પ્રવેશ મળશે.

 

  • ફેરી બોટ માટે ટિકિટ ફરજિયાત
  • અગાઉથી ટિકિટ લેવી પડશે
  • ટિકિટ હશે તો જ બોટમાં પ્રવેશ મળશે

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા છાશવારે ચર્ચામાં આવતી હોય છે. મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવા ઉપરાંત નીતિ-નિયમને નેવે મૂકી પેસેન્જર ભરવા બાબતે અનેક વખત સવાલો ઉઠ્યા હતા, ત્યારે આ મામલે તંત્ર દ્વારા હવે આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો અગાઉ વાયરલ થયો હતો, જેમાં પેસેન્જર પાસેથી વધુ પૈસા ઉપરાંત ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડાયા હતા. ત્યારે આ વાયરલ વીડિયો બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફેરી બોટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અગાઉથી ટિકિટ લીધી હશે તો જ એન્ટ્રી અપાશે 
હવે ફેરી બોટ માટે ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. અગાઉથી ટિકિટ લીધી હશે તો જ બોટમાં પ્રવેશ મળશે. બોટમાં બેસીને રોકડમાં ભાડું આપી શકાશે નહીં. બોટના ચાલકો મોટી સંખ્યામાં મુસાફરો ભરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વયસ્કો માટે એક તરફની ટિકિટના 20 રૂપિયા અને બાળકો માટે એક તરફની ટિકિટના 10 રૂપિયા નક્કી કરાયા છે. આ ભાવ આજથી અમલમાં આવી ગયા છે. 

બેટ દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ આજથી બંધ | Bet Dwarka to okha  Running Fairy Boat today Closed

ટિકિટના ભાવ કરાયા નક્કી
થોડા સમય પહેલા જ ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવતા હોવાની અને વધુ નાણા ખંખેરી લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ હવે ફેરી બોટમાં પ્રવાસીઓ માટે  ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. પેસેન્જરોએ અગાઉથી ટિકિટ લેવી પડશે. ટિકિટ વગર પેસેન્જરને બોટમાં બેસાડવામાં આવશે નહીં અને કેપેસિટી જેટલા જ મુસાફરો બેસાડવા પડશે. આ સિવાય પુખ્તવયના લોકો માટે 20 અને બાળકોના 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી વધુ નાણા ઉઘરાવી શકાશે નહીં.

VTV Gujarati News and Beyond on Twitter: "મીડીયામાં અહેવાલ બાદ દ્વારકા  તંત્ર જાગ્યું, ફેરી બોટમાં પ્રવાસીઓને ટિકિટ ફરજીયાત કરાઇ, અગાઉ સીધા જ બોટ  કર્મચારી ...

ફેરી બોટના વીડિયો થયા હતા વાયરલ 
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વીડિયો વાયરલ થયા હતા. ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું.  આ સાથે ફેરીબોટમાં પેસેન્જર લાઇફ જેકેટ વગર જોવા મળ્યા હતા. પેસેન્જર જેટીના પુલના પગથિયાં પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આવામાં જો કોઈ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઊભા થયા હતા. ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા. VTV ન્યૂઝ દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ