બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Henceforth Aadhar Card will not be required for registration of this work

ગુડ ન્યુઝ / હવેથી આ કાર્યના રજિસ્ટ્રેશન માટે Aadhar Cardની જરૂર નહીં પડે, કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Priyakant

Last Updated: 02:28 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhar Card News: રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ અપાશે

  • આધાર કાર્ડને લઇ કેન્દ્ર સરકારની જનતાને મોટી રાહત
  • જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ
  • અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ હતો 

લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે હવે જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે. અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર વતી રજિસ્ટ્રાર જનરલ (RGI) કાર્યાલયને દેશમાં જન્મ અને મૃત્યુ નોંધણી દરમિયાન આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આવી નોંધણી માટે આધારને ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

અહેવાલો અનુસાર મંગળવાર 27 જૂન 2023ના રોજ જાહેર કરાયેલી સૂચના અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MEiTY) એ RGI ને જન્મ અને મૃત્યુ નોંધણી પ્રક્રિયામાં ઓળખ ચકાસણી માટે આધાર ડેટાબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે તેમાં ઉમેર્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ નિયુક્ત કરાયેલા રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે હવે તમે આધાર કાર્ડ વગર પણ આ કામ સરળતાથી કરી શકશો.

Aadhaar Card New Rule: આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટા ફેરફારો થયા!  UIDAIએ આપી માહિતી | Business News in Gujarati
File Photo

દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે
સૂચનામાં જણાવાયું છે કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી આધાર ચકાસણીના ઉપયોગ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરશે. ધારાધોરણો મુજબ આ સંદર્ભે આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છતી રાજ્ય સરકારો તેને ન્યાયી ઠેરવવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સંદર્ભમાં કેન્દ્ર સરકાર સમક્ષ મૂકશે. 

અહી નોંધનીય છે કે, 2020માં તે નિયમો IT મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સુશાસન માટે જનતાના નાણાંનો બગાડ અટકાવે અને જીવનની સરળતાને પ્રોત્સાહન સંસ્થાઓને વિનંતી કરી આધાર માટે ચકાસણી અથવા પ્રમાણપત્ર મંજૂર કરી શકે છે.

નવા બાળકના જન્મ પર ઓળખ જરૂરી
સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર નવા બાળકના જન્મના કિસ્સામાં માતા-પિતા અને માહિતી આપનારની ઓળખ આપવી જરૂરી છે. કેન્દ્ર વતી આ વ્યવસ્થા બાળકના માતા-પિતા અને જન્મ કે મૃત્યુના કિસ્સામાં જન્મ સમયે માહિતી આપનારની ઓળખ સ્થાપિત કરવાના હેતુ માટે છે. જ્યારે મૃત્યુના કિસ્સામાં માતા-પિતા, જીવનસાથી અને માહિતી આપનારની ઓળખ સ્થાપના હેતુ માટે અમલમાં મૂકાયેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ