બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Heavy to very heavy rain forecast in South Gujarat in next 24 hours

મેઘાડંબર / ગુજરાતનું વાતાવરણ અચાનક પલટાયું, 45થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જાણી લો આગાહી

Mahadev Dave

Last Updated: 08:11 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

  • દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પડી શકે અતિભારે વરસાદ
  • આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદ મામલે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે સાથે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. 

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવાયા અનુસાર આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ ત્રાટકી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડશે.

45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર
સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે..બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. તો.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરાપ નીકળે તેઓ અણસાર વ્યક્ત કરાઈ હતી. અને માત્ર છુટ્ટા છવાયા વરસાદ અંગે જ જણાવાયુ હતું. જોકે ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain heavy rain forecast આગાહી માછીમારો વરસાદ વાતાવરણ Heavy rain forecast in South Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ