બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / Heavy curry! BJP's sens process breaks Murtia's ticket for ticket, 20-20 contenders for one seat

રાજકારણ / ભારે કરી! ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો, એક જ બેઠક પર 20-20 દાવેદાર

Priyakant

Last Updated: 04:38 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ બની છે. વિગતો મુજબ એક બેઠક ઉપર સરેરાશ 20-20 દાવેદારો જોવા મળ્યા

  • આજથી રાજ્યમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ 
  • સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો
  • એક જ બેઠક પર 20-20 દાવેદાર હોવાનું સામે આવ્યું 

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે અહી મોટી વાત તો જોવા મળી કે, ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ બની છે. વિગતો મુજબ એક બેઠક ઉપર સરેરાશ 20-20 દાવેદારો જોવા મળ્યા છે.  આજે અમદાવાદના શાહીબાગ ખાતે ચાર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયાપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે. 

અસારવા વિધાનસભા

અસારવા બેઠક પ્રદીપ પરમાર દાવેદારી કરી રહ્યા છે. આ સાથે પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર, SC મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણા, અશોત સુતરિયા, પ્રવક્તા અશ્વિન બેંકર, નરેશ ચાવડાની પણ દાવેદારી સામે આવી છે.

વેજલપુર વિધાનસભા 

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં વેજલપુર વિધાનસભા માટે સૌથી વધારે નેતાઓએ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નામ આગળ કર્યું છે. તો વળી કેટલાક નેતાઓએ AMC સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ તો કેટલાક નેતાઓએ પ્રદેશ મંત્રી અમિત ઠાકરનું નામ આગળ કર્યું છે. ચાલુ ધારાસભ્ય કિશોર ચૌહાણે પણ સમર્થકો પાસે પોતાનું સેન્સ અપાવ્યું હોવાનું સામે આવ્યું છે. 

ધોળકા વિધાનસભા

આ સાથે અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જો પાર્ટી રિપીટ ના કરે તો પણ અન્ય કેટલાક નામો સામે આવ્યા છે.  જેમાં અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા, પૂર્વ તાલુકા પ્રમુખ કેતુલ પટેલ, કિરીટસિંહ ડાભી અને APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે.

આ સાથે બોટાદ, ગઢડા બેઠકને લઈ 3 નિરિક્ષકોની ટીમ સાથે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. બોટાદ બેઠક પર 12થી વધુ તો ગઢડા બેઠક પર 15થી 20 સંભવિત દાવેદારો છે.  જેમાં કુબેરભાઈ ડિડોર, ઈશ્વરભાઈ પરમાર, નિરુબેન કામબલિયા નિરીક્ષક છે. જ્યારે પોપટભાઈ અવૈયા, મહામંત્રી જિલ્લા ભાજપ જીવરાજ ભાઈ ચૌહાણ, પૂર્વ ડેપ્યુટી મેયર વડોદરા શશીકાંત દાવેદાર છે.

વલસાડ જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા 

વલસાડ જિલ્લામાં પારડી બેઠક બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર ભરત પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈના સમર્થનમાં આવ્યા છે. ગત ચૂંટણીમાં ભરત પટેલ, કનુભાઈ દેસાઈના હરીફ ઉમેદવાર હતા.

નવસારીમાં પણ અનેક દાવેદારો 

નવસારીમાં ગણદેવી અને જલાલપોર વિધાનસભા બેઠક મહત્વની છે. આજે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને  જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ સમર્થકો સાથે પહોંચ્યા છે. આવતીકાલે અન્ય બે બેઠકો માટે સેન્સ પ્રક્રિયા થશે. નવસારી અને વાસંદા બેઠક માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

સુરતમાં બેઠકો માટે ભાજપની કવાયત 

સુરત શહેરની 12 પૈકી 6 બેઠકો માટે દાવેદારોને આજે સાંભળવામાં આવ્યા છે. 10થી 1 વાગ્યા સુધી વરાછા, ઉધના માટે સેન્સ લેવાઈ હતી. જેમાં આજે વરાછા માટે 15, ઉધના માટે 17 દાવેદારો નોંધાયા છે. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે હવે બીજા રાઉન્ડમાં મજુરા, કરંજ બેઠક માટે કવાયત હાથ ધરાશે. 

વલસાડમાં 3 બેઠકોમાં કપરાડાના ધારાસભ્ય સામે 3 દાવેદારોએ ટિકિટ માગી છે. જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, કપરાડા APMCના ચેરમેન, કપરાડા પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ ટિકિટ માગી છે.  પાણી પુરવઠા મંત્રીના ગઢ વલસાડ ખાતે 3 વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જેમાં ગુલાબ રાઉત વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, માધુ રાઉત કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને મુકેશ પટેલ કપરાડા એપીએમસીના ચેરમેને પણ ટિકિટ માગી છે.

ડાંગમાં પણ વિધાનસભાના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં 10થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર બેઠકમાં હાજર રહ્યા છે. સુરત પ્રભારી અને પૂર્વ મેયર પણ રહ્યા ઉપસ્થિત રહ્યા છે. હાલ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ છે. 

મહેસાણાની ખેરાલુ બેઠક માટે જયરાજસિંહની દાવેદારી  

મહેસાણામાં ખેરાલુ બેઠક માટે જયરાજસિંહની દાવેદારી સામે આવી છે. હાલ વિસનગર,વિજાપુર અને ખેરાલુની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સાથે જયરાજ સિંહે કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ. અહીં 27 અને 28 એમ બે દિવસ બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

આ તરફ વડોદરા રૂરલ માટે ભાજપની ત્રિમંદિર ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. ડભોઇ અને વાઘોડિયા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. ચીમન સાપડિયા, પ્રભુ વસાવા અને તૃપ્તિબેન વ્યાસ સેન્સ લઇ રહ્યા છે. પહેલા તબક્કામાં ડભોઇ વિધાનસભાની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ડભોઇમાંથી 7 જેટલા ઇચ્છુક દાવેદાર સેન્સ આપી રહ્યા છે. વાઘોડિયામાંથી 6 ઈચ્છુક દાવેદાર સેન્સ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્રિમંદિર ખાતે હાજર છે.

આજથી શરૂ થઈ છે ભાજપની સેન્સ પ્રક્રિયા 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ