બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Heart-stopping scenes of accident on Ahmedabad ISKCON Bridge, watch biker's camera video

ઈસ્કોન બ્રિજ અકસ્માત / VIDEO: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના ધબકારા થંભાવી દે તેવા દ્રશ્યો, જુઓ બાઇકરના કેમેરાનો વીડિયો

Priyakant

Last Updated: 03:56 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad ISKCON Bridge Accident Video: અકસ્માત સમયે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા એક બાઈકરના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ, જુઓ હ્યદય હચમચાવી દે તેવો વિડીયો

  • ઇસ્કોન બ્રિજ મોડી રાત્રે ભયાનક અકસ્માત 
  • ઇસ્કોન બ્રિજથી પસાર થતાં બાઇકરના કેમેરામાં ઘટના કેદ 
  • ભયાનક અકસ્માતની ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો સામે 

અમદાવાદમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ તરફ હવે અકસ્માત સમયે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા એક બાઈકરના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. અકસ્માતની ઘટના બાદ હવે આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો છે. આ સાથે પોલીસ દ્વારા પણ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાની સાથે જ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવાની કવાયત શરૂ કરાઇ છે . 

બાઇકરના કેમેરાનો વીડિયો 
ઇસ્કોન બ્રિજ પર મધરાત્રે સર્જાયેલા અકસ્માતનો હ્યદય હચમચાવી દે તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અકસ્માત સામે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થયા એક બાઈકરના કેમેરામાં કેદ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત બાદ લોકો ત્યાં જોવા ઊભા હતા. આ દરમિયાન એક બેફામ જગુઆર કાર આવીને ઉભેલા લોકોને અડફેટે લે છે અને આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. 

અકસ્માતનો આરોપી સારવાર હેઠળ અને પરિવાર ગાયબ 
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ તરફ કારચાલકને સ્થળ પર હાજર લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ હાલ આરોપી તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ હવે અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલના ઘરે તાળાં જોવા મળ્યા છે. 

ડિસ્ચાર્જ થતાં તથ્ય પટેલની થશે ધરપકડ 
અમદાવાદમાં અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ મામલે આરોપી તથ્ય પટેલ સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, ગઇકાલે રાત્રે અકસ્માત બાદ ઘટના સ્થળ પર આરોપીને લોકોએ માર્યો હતો. જેને લઈ હાલ તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ સિમ્સ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે તથ્ય પટેલની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સાથે જ તથ્ય પટેલની ધરપકડ થશે. નોંધનીય છે કે, હાલ તથ્ય પટેલની પોલીસ નજર હેઠળ સારવાર ચાલી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. 

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ