ઘૂંટણનું દર્દ એ લોકોને વધારે રહે છે જેમનું વજન વધારે હોય છે. આ સિવાય આ લોકો જ્યારે દોડે છે કે સીડીઓ ચઢે છે ત્યારે ઘૂંટણ પર દબાણ વધે છે અને સાથે જ તેમનું દર્દ શિયાળામાં વધી જાય છે. તો જાણી લો કયા સરળ ઉપાયોથી તમને રાહત મળશે.
શિયાળામાં વધી જાય છે ઘૂંટણનું દર્દ
આ છે ઘૂંટણનું દર્દ થવાના કારણો
આ ઉપાયો કરવાથી મળશે મોટી રાહત
આજકાલ લોકોને ખાસ કરીને ઘૂંટણના દર્દની સમસ્યા રહે છે. વધતી ઉંમરની સાથે સાથે આ સમસ્યા પણ વધતી જાય છે. યુવાઓમાં પણ આ તકલીફ જોવા મળે છે. બદલાતા ખાન પાનના કારણે શરીર પ્રભાવિત થાય છે અને કેટલાક ઘરેલૂ ઉપાયો આ દર્દમાં રાહત આપી શકે છે. તો જાણો કયા કારણોથી થાય છે ઘૂંટણનું દર્દ.
આ છે ઘૂંટણના દર્દના કારણો
એક રિપોર્ટ અનુસાર ઘૂંટણનું દર્દ એ લોકોને પણ થઈ શકે છે જેમનું વજન વધારે હોય છે. જે લોકો મોટા ભાગે સીડીઓ ચઢે છે અને દોડે છે તેમના ઘૂંટણ પર તેનો પ્રભાવ વધારે હોય છે. આ સિવાય ઘૂંટણના દર્દ ઉંમર સાથે વધતા રહે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. આ સમયે તમારે ડોક્ટરનો સંપર્ક કરવો અને સાથે કેટલીક ચીજોને ડાયટમાં સામેલ કરીને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને આરામ મેળવી શકો છો.
આ રીતે મળશે આરામ, કરો ખાસ ઉપાયો
લસણ
ઘૂંટણના દુઃખાવાથી આવી રહેલા લોકો લસણનું સેવન ફાયદેમંદ થઈ શકે છે. આ દર્દ અને સોજામાં રાહત મળે છે. આ સિવાય તમારા ડાયટમાં કાચું અને પાકેલું લસણ સામેલ કરી શકાય છે.
માછલી
હાડકાને મજબૂત કરવા માટે વિટામિન ડી અને કેલ્શિયમની જરૂર રહે છે. માછલી તેનો સારો વિકલ્પ છે. આ સિવાય શરીરમાં કેલ્શ્યિમ અને વિટામિન ડીની ખામીને પણ પૂરી કરવા સિવાય વસા અને ડેરી ઉત્પાદનોને ડાયટમાં સામેલ કરી શકાય છે.
વજન ન વધવા દો
એક રિપોર્ટ અનુસાર વજનને સંતુલિત રાખો. જો તમે ઘૂંટના માટે સૌથી સારી ચીજોમાંની એક છે. વધતું વજન ઘૂંટણ પર દબાણ પાડે છે. જૂના આર્થરાઈટિસ, જૂનું ઘૂંટણનું દર્દ કે તકલીફ છે તો વ્યાયામ કરવાની રીતને બદલવાની જરૂર છે.
નિયમિત વ્યાયામ
જો તમારા ઘૂંટણમાં દર્દ રહે છે તો ઘૂંટણની કસરત કરો. નિયમિત રીચે આણ કરવાથી ઘૂંટણના દર્દમાં ઘટાડો થાય છે. કોઈ વિશેષ વ્યક્તિની દેખરેખમાં વ્યાયામ કરવાથી લાભ થશે.
મસાજથી પણ મળશે રાહત
ઘૂંટણ અને સાંધાનો દુઃખાવો દર્દમાં મસાજ કરવાથી આરામ મળે છે. ઘૂંટણની માલિશ માટે એક ચમચી સૂંઠનો પાવડર અને સરસિયાનું તેલ મિક્સ કરીને ઘૂંટણ પર લગાવવાથી આરામ મળશે. આ સિવાય કોઈ અન્ય સારું તેલ હૂંફાળું ગરમ કરીને તેને લગાવીને પણ માલિશ કરી શકાય છે.