બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health Minister's big statement after the Center's virtual meeting

કોરોના / 'લોકોએ સાવચેત રહેવાની જરૂર, ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 2100ને પાર', કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ આરોગ્યમંત્રીનું મોટું નિવેદન

Malay

Last Updated: 02:14 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coroan News: કોરોનાને લઈને મહત્વની બેઠક યોજાયા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આગામી 10, 11 એપ્રિલ હોસ્પિટલોમાં કોરોનાની ડ્રીલ યોજાશે. હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થોની માહિતી મેળવવા માટે આવશે.

 

  • કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રીની દિલ્હીમાં બેઠક
  • વીડિયો કોન્ફરન્સથી ઋષિકેશ પટેલ જોડાયા

કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કોરોના વાયરસને લઈને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વર્ચ્યુઅલી સામેલ થયા હતા. સાથે જ આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નવા વેરિઅન્ટને ફેલાવતા અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. 

આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વમાં કોરોના બાબતે સતર્ક છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં 2142ની આસપાસ કોરોના વાયરસના એક્ટિવ કેસ છે.  અત્યારે XBB1.6 વેરિઅન્ટનો સબવેરિએન્ટ છે, તે અત્યારે ઘાતક દેખાતો નથી. પરંતુ  XBB1.6નો ફેલાવો વધારે છે. કો મોર્બીડ દર્દી અને સિનિયર સિટિઝનઓ પર વિશેષ ધ્યાન આપવું તેવી મહત્વની સૂચના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવી છે. 

હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રીલ
તેમણે જણાવ્યું કે, આગામી 10, 11 એપ્રિલે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે અને ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થો અને સ્ટાફની માહિતી મેળવવા માટે આવશે. 

.. તાત્કાલિક સારવાર કરાવી દેવી જોઈએ શરૂઃ ઋષિકેશ પટેલ
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી જોઈએ. 

327 new cases of corona have been reported in the state

ગુજરાતમાં કોરોની સ્થિતિ
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમા 327 કેસ નોંધાયા છે. અમદાવાદમા 98 કેસ તેમજ વડોદરામાં 60 કેસ નોંધાયા છે. સુરતમાં 37, મહેસાણામાં 24 મોરબીમાં 12 કેસ નોંધાયા છે. વલસાડમાં 12 તેમજ સુરતમાં  27 કેસ નોંધાયા છે. પાટણમાં 7 અને આણંદમાં 6 તેમજ સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.અમદાવાદમાં કોરાનાથી એકનું મોત થયું છે. એક્ટિવ કેસની સંખ્યા 2142 પર પહોંચી છે જ્યારે વેન્ટીલેટરમાં 11 દર્દીઓ છે.

 

263 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 327કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ 260 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2142 કોરોનાના એક્ટિવ કેસ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ