બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health know the side effects of skipping breakfast

હેલ્થ એલર્ટ! / જો તમને પણ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવાની નથી આદત, તો સાવધાન, થઇ શકે છે મોટું નુકસાન

Manisha Jogi

Last Updated: 03:06 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, નાસ્તો ના કરવાથી કંઈ નુકસાન થતું નથી. સવારે નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે.

  • ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે
  • નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે
  • નાસ્તો ના કરવાથી આરોગ્યને શું નુકસાન થઈ શકે?

ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, નાસ્તો ના કરવાથી કંઈ નુકસાન થતું નથી. સવારે નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે. નાસ્તો ના કરવાથી આરોગ્યને શું નુકસાન થઈ શકે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

વજન વધવું- સવારનો નાસ્તો- સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે. સવારે નાસ્તો કરવામાં ના આવે તો આખા દિવસમાં વધુ ચરબીયુક્ત અને શુગરયુક્ત ફૂડ ખાવાની ઈચ્છા થશે, જેના કારણે વજન વધે છે. જેથી સવારે નાસ્તો કરવામાં ના આવે તો વજન ઘટવાને બદલે વધી શકે છે. 

એનર્જી રહેતી નથી- આખી રાત ભૂખ્યા રહેવાથી શરીરનું એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. સવારનો નાસ્તો ના કરવાને કારણે શરીરને એનર્જી મળતી નથી અને નબળાઈ લાગે છે. ઊર્જાના અભાવને કારણે આખો દિવસભર થાક લાગી શકે છે. 

ચિડીયાપણું- સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળી રહે છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ છે. નાસ્તો ના કરવાને કારણે બ્લડ શુગર લેવલ ઘટી શકે છે, જેના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ વધી શકે છે. જેથી મૂડ બગડે છે, ચીડિયાપણું લાગે છે. જેના કારણે તમને ગુસ્સો પણ આવી શકે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.

પોષકતત્ત્વોની ઊણપ- સવારનો નાસ્તો કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. નાસ્તો ના કરવાને કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે, જેથી બિમારી થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની શક્યતા પણ વધી જાય છે.

હ્રદયરોગનું જોખમ- હેલ્ધી હાર્ટ માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. સવારે નાસ્તો ના કરવાથી મેદસ્વીતા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સવારનો નાસ્તો ના કરવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ