બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health experts say that fatigue, anger and irritability start to feel
Mahadev Dave
Last Updated: 10:02 PM, 26 January 2024
ADVERTISEMENT
શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ કરવાની સાથે રોજ રાતે સારી ઉંઘ લેવાની પણ જરૂર પડે છે. મોટા ભાગના સર્વેમાંથી જાણવા મળ્યું છે કે રાતના 6-8 કલાકની ઉંઘ કરવી દરેક લોકો માટે જરૂરી છે.આ ઉંઘ કરવાથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પણ સાથે સાથે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ પણ કંટ્રોલ થાય છે. પણ શું તમે જાણો છો કે સારી ઉંઘ કેવી રીતે મેળવી શકાઈ છે.
ADVERTISEMENT
રાતની સારી ઉંઘ લેવામાં આપણને મદદ કરે છે
સ્વાસ્થય વિશેષજ્ઞ કહે છે સારી અને આરામદાયક ઉંઘ લેવા માટે મેલાટોનિનની જરૂર પડે છે. જે ઉંઘ મેળવવા માટેનો એક હોર્મોન છે. આપણુ શરીર પ્રાકૃતિક રૂપથી આ હોર્મોનનું ઉત્પાદન કરે છે. જ્યારે બહાર અંધારૂ થવા લાગે છે. ત્યારે શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન થવા લાગે છે. સારી રાતની ઊંઘ મેળવવાની સાથે, મેલાટોનિન પણ આપણા માટે ઝડપથી ઊંઘી જવાનું અને રાતની સારી ઉંઘ લેવામાં આપણને મદદ કરે છે.
ઉંઘના અભાવે શરીરમાં આ સમસ્યાઓ થવા લાગે છે
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે જો તમને રાતે યોગ્ય ઉંઘ ન આવે તો બીજા દિવસે તને થાક, ગુસ્સો અને ચીડિયાપણુનો અનુભવ થવા લાગે છે અને જો દરરોજ રાતે સરખી ઉંઘ ન આવે તો તે આપણા સ્વાસ્થય પર અસર કરે છે. જેથી મહત્વનું એ છે કે આપણે હંમેશા સારી ઉંઘ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણે કેટલાક ઉપાયોને ધ્યાનમાં રાખીને કુદરતી રીતે શરીરમાં મેલાટોનિનનું સ્તર જાળવી શકીએ છીએ.
તડકો છે શરીર માટે જરૂરી
આપણે વિટામીન ડી મેળવવા માટે દરરોજ તડાકામાં કેટલોક સમય વિતાવવો જોઈએ. જે તમારા શરીરમાં મેલાટોનિન વધારવામાં મદદ કરે છે. સવારે ઓછામાં ઓછા 15 મિનિટ તડકામાં રહેવુ જોઈએ. જે મેલાટોનિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી તમને રાતે સારી ઉંઘ મળે છે.તડકાના સંપર્કમાં રહેવાથી કેટલાક પોષક તત્વોના સ્તરને પણ વધારે છે. જે તમને સારી ઉંઘ અપાવે છે.
સુતા સમયે રૂમમાં અંધારૂ રાખવુ
સારી ઊંઘ મેળવવા અને મેલાટોનિનના સ્તરને સુધારવા માટે આપણે જ્યારે સુવા માટે જઈએ ત્યારે રૂમનું યોગ્ય વાતાવરણ હોવું પણ જરૂરી છે. રૂમમાં અંધારૂ હોય અને શાંતિ હોય તો મેલાટોનિનનું ઉત્પાદન સુધરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. રૂમમાં અંધારુ રાખવાથી ઉંઘમાં પણ ખલેલ પહોંચતી નથી.
સ્ક્રીન ટાઈમ ઓછો કરવો
તમે મોબાઈલ અને લેપટોપ પરનો સ્ક્રીન ટાઈમ ઘટાડીને સારી ઉંઘ મેળવી શકો છો. સુવાના એક કલાક પહેલા તમારે ડિજિટલ ઉપકરણોથી દુર રહેવુ જોઈએ. કારણ કે આ ઉપકરણોમાંથી નીકળો વાદળી પ્રકાર આપણા મેલાટોનિન પર અસર કરે છે. જેથી આપણે આપણો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.