બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / health benefits of eating garlic daily

Health / હાર્ટને મજબૂત રાખવા માટે કેમ આપવામાં આવે છે લસણ ખાવાની સલાહ? જાણી લો અઢળક ફાયદા

Bijal Vyas

Last Updated: 05:50 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડામાં મળતુ લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાની સાથે હાર્ટ ડિસીજથી બચવામાં મદદ કરે છે. તો આવો જાણીએ કે લસણનું સેવન કરવાથી શું લાભ થાય છે...

  • લસણનો અર્ક લોહીના દબાણને નિયત્રિત રાખવામાં મદદ કરે છે
  • લસણના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે
  • આ લોકોએ લસણનું નિયમિત સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લેવી

Health benefits of eating garlic: રસોઇ બનાવતી વખતે ભોજનના સ્વાદમાં વધારો કરવા માટે મહિલાઓ લસણનો વગાર જરુરથી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ ફક્ત સ્વાદને જ નથી વધારતુ તે હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. અત્યારની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે એક્સરસાઇઝ માટે ટાઇમ કાઢી શકતા નથી,જેના પરિણામે શરીરમાં વધારે ચરબી જમા થાય છે. જેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે અને વ્યક્તિ ઝડપથી થાકનો અનુભવ કરે છે. પરિણામે હૃદય સંબંધિત બીમારીનો ભય વધે છે. 

એક રિસર્ચ અનુસાર, રસોડામાં મળતુ લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાની સાથે હાર્ટ ડિસીજથી બચવામાં મદદ કરે છે. લસણમાં હાજર ઇમ્યુન બુસ્ટિંગ, એન્ટી-ઇફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોના કારણે હૃદય સ્વસ્થ બને છે. તો આવો જાણીએ કે લસણનું સેવન કરવાથી શું લાભ થાય છે...

આ લોકો ભૂલથી પણ ન કરે વધારે પડતાં લસણનું સેવન, હેલ્થ પર પડશે ભયંકર ઈફેક્ટ |  These people do not even accidentally consume too much garlic, it will have  a terrible effect

લસણના સેવનથી થતા ફાયદાઃ 
1. લોહીમાં ગાંઠો નથી જામતીઃ  
લસણના નિયમિત સેવનથી વ્યક્તિના શરીરમાં લોહીના ગઠ્ઠા કે ગાંઠો (થ્રોમ્બોએમ્બોલિઝ્મ) જામતુ નથી. 

2. બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલઃ લસણનો અર્ક લોહીના દબાણને નિયત્રિત રાખવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે હાઇ બીપી હૃદય રોગનું કારણ બની શકે છે, તેથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લસણનું સેવન નિયમિત કરો. 

3. કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાંઃ બોડીમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઇને લોહીના પ્રવાહને ઘટાડી શકે છે. જેનાથી તમારા હૃદય પર વધારે દબાણ પડી શકે છે. જ્યારે લસણના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. 

4. ટેન્શનથી છુટકારોઃ લસણના નિયમિત સેવનથી તણાવ ઘટી શકે છે. ઘણી વખત પેટમાં અમુક એવા એસિડ બને છે, જેનાથી વ્યક્તિ ઘભરાવા લાગે છે. તેવામાં લસણ આ રીતના એસિડને બનવાથી રોકવાની સાથે માથામાં દુખાાવો, હાઇપર ટેન્શન જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 

Topic | VTV Gujarati

કેવી રીતે લસણને ડાયેટમાં સામેલ કરવું?

  • કાચા લસણને સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીની સાથે ખાઇ શકાય છે. 
  • સૂપ કે શાક બનાવતી વખતે તેમાં નાંખીને ખાઇ શકાય છે. 
  • લસણની ચા પણ પી શકો છો. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખો
જે લોકોને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા જેમકે આંતરડામાં નબળાઇ, લીવરમાં પ્રોબ્લેમ તેઓએ લસણનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લેવી. આ ઉપરાંત જો તમે લાબા સમયથી કોઇ દવાનું સેવન કરી રહ્યા હોય તો લસણનું સેવન વધારે ના કરવુ સાથે ડોક્ટરની સલાહ જરુરથી લેવી. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ