બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Hasmukh Patels candidates appeal before Talati examination

નિવેદન / તલાટીની પરીક્ષા પહેલા હસમુખ પટેલની ઉમેદવારોને અપીલ, કહ્યું તમારું નામ ગુપ્ત રાખીશું, અમને માહિતી આપો કે...

Kishor

Last Updated: 04:37 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટીની પરીક્ષાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આપ્યું છે.

  • ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલનું નિવેદન
  • ડમી ઉમેદવાર મામલે આપ્યું નિવેદન
  • રાજ્યમાં 7 મેના રોજ યોજાશે તલાટીની પરીક્ષા

ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે તલાટીની પરીક્ષા રાજ્યમાં 7 મેના રોજ  યોજાવા જઈ રહી છે. જે ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યું હશે, તે ઉમેદવારને જ પરીક્ષા માટે લાયક ગણવામા આવશે. ત્યારે ડમી ઉમેદવાર મામલે ગૌણ સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આપ્યું છે. 

ડમી ઉમેદવાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

હસમુખ પટેલે જણાવ્યું હતું કે ડમી ઉમેદવાર મામલે બોર્ડને માહિતી મળશે તો પગલા લેવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ બોર્ડને ડમી ઉમેદવાર અંગે માહિતી આપી શકે છે. જે પણ લોકો ડમી ઉમેદવારની માહિતી આપે, તે લોકોએ પોતાની ઓળખ આપવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે, અમે માહિતી આપનારા લોકોની ઓળખ ગુપ્ત રાખશું અને જો કોઈ ડમી ઉમેદવારે ભૂતકાળમાં પણ પરીક્ષા આપી હશે, તો પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.

8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા

મહત્વનું છે કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ફોર્મ ભર્યા હતા. બાદમાં તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય પૂર્ણ થયો છે. જેમા કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા છે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ