બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hasmukh Gabani, the striking farmer, started organic cotton cultivation

બોટાદ / 1 વિઘા જમીનમાં 50 મણ કપાસ: ગુજરાતના ખેડૂતની કમાલ, આ પધ્ધતિ વાપરી મેળવ્યું બમણું ઉત્પાદન, લાખોનો નફો

Dinesh

Last Updated: 09:17 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હડતાળાના ખેડૂત હસમુખ ગાબાણીએ કપાસની ઓર્ગેનિક ખેતી કરીને 1 વિઘા જમીનમાં કપાસનું 50 મણ ઉત્પાદન મેળવ્યું છે.

  • હડતાળા ગામમાં ઓર્ગેનિક ખેતી
  • કપાસના પાકમાં ઓર્ગેનિક ખેતી
  • 1 વિધા જમીનમાં 50 મણ કપાસનું ઉત્પાદન


બોટાદના હડતાળા ગામના ખેડૂત હસમુખ ગાબાણી ઓર્ગેનિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હસમુખ ગાબાણીએ કપાસની ખેતી ઓર્ગેનિક રીતે કરી હતી. જેમાં 1 વિઘા જમીનમાં હસમુખભાઈને કપાસનું 50 મણ ઉત્પાદન થયું છે. જેથી ખેડૂત આગેવાન પણ ઓર્ગેનિક ખેતી તરફ વળવા અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીનો ફાયદો મેળવ્યો
ગુજરાતના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ ધપાવવા અને ખેતીને બચાવવા માટે જે પ્રયાસ કરી રહી છે એવા રાજ્યપાલના પ્રયાસોને સાર્થક કરતા બોટાદ જિલ્લાના ખેડૂતે કપાસની ખેતીમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ખેડુતો માટે મિસાલ બન્યા છે. અડતાળા ગામના યુવાન ખેડુતે એક વીઘે 50 મણ કપાસનો ઉતારો મેળવી પ્રાકૃતિક ખેતીનો ફાયદો મેળવ્યો છે.

ખેતીમાં સફળતા મળી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હડતાળા ગામના હસમુખભાઈ ગાબાણીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર કપાસની ખેતીમાં દોઢ ઘણા કરતા પણ વધુ ઉત્પાદન મેળવી કપાસની ખેતીમાં ફાયદો મેળવ્યો છે સામાન્ય રીતે રાસાયણિક ખેતી દ્વારા એક વીઘે કપાસના પાકમાં 30 મણ જેવો ઉતારો આવતો હોય છે પરંતુ હસમુખભાઈ ગાબાણીએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરીને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું અને તેમાં સફળતા મળી અને એક વીઘે 50 મણ જેવો કપાસનો ઉતારો આવતા રાસાયણિક ખેતી કરતાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી હસમુખભાઈ ગાબાણીએ મહત્વની સાબિત કરી બતાવી છે


ખેડૂત મિત્રએ જણાવ્યું કે, લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ મેં એ ખાતરનો ઉપયોગ નથી કર્યો અને તેની જગ્યાએ ઓર્ગોનિક ખાતરો વાપર્યા છે અને એમોનિયમ,સલ્ફેટનો પણ બિલકુલ ઉપયોગ નથી કર્યો તેની જગ્યા એ N.P.Kના બેક્ટરિયા અને અન્ય સાત જાતની ફૂગ વાપરી છે તેના કારણે આ પરિણામ મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ