બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya unlikely to recover for Afghanistan T20I series, uncertain for IPL 2024 as well: Report

ક્રિકેટ / કેવી છે હાર્દિક પંડ્યાની ઈજા, IPL રમશે કે નહીં? હેલ્થ અને ફિટનેસને લઈને મોટું અપડેટ

Hiralal

Last Updated: 03:54 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણની ઈજા વકરી હોવાથી તેને આઈપીએલ અને અફઘાનિસ્તાન ટી-20 સીરિઝમાંથી આરામ મળી શકે છે.

  • હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણની ઈજા વકરી 
  • આઈપીએલમાં આરામ અપાય તેવી શક્યતા
  • મુંબઈ ઈન્ડીયન્સનો છે કેપ્ટન
  • રોહિત શર્માને ફરી મળી શકે તક 

મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણની ઈજા વકરી હોવાથી તેને આઈપીએલમાં આરામ અપાય તેવી શક્યતા છે. તેની ઈજા ઘણી ગંભીર છે અને તે રમી શકે તેવી હાલતમાં નથી તેવું સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચો દરમિયાન ઈજા થઈ હતી, જે બાદ તે ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. હાર્દિક પંડયા વર્લ્ડ કપ 2023 અને ત્યાર બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ઘરઆંગણાની ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, પણ હવે તેની ફિટનેસને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. હાર્દિક પંડ્યા 2024ની આઈપીએલ અને અફઘાનિસ્તાન સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. 

કેવી છે હાર્દિકની ઈજા
હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણમાં ગંભીર ઈજા છે અને હજુ તેને જેટલું જોઈએ તેટલું સારુ થયું નથી. રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા હાલ તેની એડીની ઈજામાંથી બહાર આવી રહ્યો નથી. હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સ પરત ફર્યો હતો અને તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે આ બધામાં હાર્દિકનો ફિટનેસ રિપોર્ટ ટીમ ઈન્ડિયાની સાથે સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ કોઈ મોટા આંચકાથી ઓછો નથી.

આઈપીએલ અને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી હાર્દિકને આરામ મળી શકે 
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાંથી જ નહી પણ આઇપીએલ 2024થી પણ પંડ્યાને બહાર બેસવું પડી શકે છે. રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ટી-20 ઈન્ટરનેશનલ ટીમમાં પુનરાગમન કરશે કે નહિ તે અંગે પણ સસ્પેન્સ છે. હાર્દિક પંડ્યા 2022, 2023 માં આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો, પરંતુ આ સિઝન માટે, તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઓલ-કેશ ડીલ સાથે ગુજરાત ટાઇટન્સ સાથે વેપાર કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ