બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / harbhajan singh taunted ms dhoni and his fans said he alone has won the world cup

ક્રિકેટ / 'હાં ભાઇ, ધોનીએ જ વર્લ્ડકપ જીતાડ્યો, બાકી તો...', માહીના પ્રશંસક પર ભજ્જી અકળાયા

Arohi

Last Updated: 01:30 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Harbhajan Singh : હરભજન સિંહે લખ્યું "હાં જ્યારે મેચ રમાઈ તો આ યુવા ખેલાડી ભારત તરફથી એકલો રમી રહ્યો હતો... અન્ય 10 નહીં... તો એકલા જ તેને વર્લ્ડ કપ ટ્રોફીઓ જીતી."

  • ધોની ફેન પર ભડક્યા હરભજન સિંહ 
  • કહ્યું- ભારત તરફથી આ એક જ રમે છે 10 અન્ય નહીં 
  • ...એકલા જ તેણે વર્લ્ડ કપ ટ્રોફીઓ જીતી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે ડબ્લ્યૂટીસીની ટ્રોફી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય પૂર્વ સ્પિનર હરભજન સિંહે ધોની અને તેમના ફેંસ પર કટાક્ષ કર્યો છે. હકીકતે સતત બીજી ડબ્લ્યૂટીસી ફાઈનલ હાર્યા બાદ ટ્વીટર પર ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટ્રેન્ડ કરી રહ્યા હતા. ધોનીના ટ્રેન્ડ કરવાનું કારણ આઈસીસી ટ્રોફી રહી. 

ભારતે તેમની કેપ્ટન્સીમાં સૌથી વધારે અને છેલ્લી આઈસીસ ટ્રોફી જીતી હતી. ત્યાં જ ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ ધોનીને લઈને નિવેદન આપ્યું હતું કે તેમણે આઈસીસી ટ્રોફી જીતવાને જેટલું સરળ બનાવી દીધુ તેટલુ છે નહીં. એવામાં જ્યારે ફેંસ ટ્વીટર પર ધોનીના વખાણ કરી રહ્યા હતા તો હરભજન સિંહે એક ફેંસનને નિશાના પર લીધો અને કટાક્ષ કર્યો છે. 

ધોનીના ફેન પર ભડક્યા હરભજન
એક ફેને ટ્વીટ કરતા લખ્યું, "કોઈ કોચ નથી, કોઈ મેન્ટોર નથી, યુવા, મોટાભાગના વરિષ્ઠ ખેલાડીઓએ ભાગ લેવાથી ઈનકાર કરી દીધો. આ પહેલા ક્યારેય પણ એક પણ મેચમાં કેપ્ટન્સી ન કરી. આ આદમીએ સેમીફાઈનલમાં પ્રાઈમ ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ અને કેપ્ટન બનાવ્યા બાદ 48 દિવસોમાં એક ટી20 વિશ્વ કપ જીત્યો."

હરભજને રિટ્વીટ કરી કહી આ વાત 
હરભજન સિંહે તેના પર રિટ્વીટ કરતા કહ્યું, "હાં જ્યારે આ મેચ રમવામાં આવી તો આ યુવા ખેલાડી ભારતથી એકલો રમી રહ્યો હતો...અન્ય 10 નહીં.... તો એકલા જ તેણે વર્લ્ડ કર ટ્રોફી જીતી... વિડંબના એ છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા કે કોઈ અન્ય દેશ વિશ્વ કપ જીતે છે તો ચર્ચામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશ જીત્યો પરંતુ જ્યારે ભારત જીતે છે તો કહેવાય છે કે કેપ્ટન જીતી ગયો. આ એક ટીમ ગેમ છે. તેમાં એક સાથે જીતે છે અને એક સાથે હારે છે."

ભારતમાં જ્યારે પણ આઈસીસી ટ્રોફી જીતવાની વાત આવે છે તો તે મોટાભાગે કેપ્ટનનું નામ જ સૌથી પહેલા આવે છે. આ કારણે 2007 અને 2011 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતની જીતમાં મહત્વની ભુમિકા નિભાવનાર ગૌતમ ગંભીર પણ નારાજ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ