બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Harbhajan Singh lashed out at the selectors of Team India saying 'Test team is incomplete without these two players

ક્રિકેટ / સાઉથ આફ્રિકા ગયેલ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર ભડક્યા હરભજન સિંહ, કહ્યું 'આ બે ખેલાડીઓ વિના ટેસ્ટ ટીમ અધૂરી..!'

Megha

Last Updated: 03:21 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ સિલેક્ટર્સ પર ભડક્યા હરભજન સિંહ, કહ્યું તમે ટીમમાં રહાણેને પસંદ કર્યો નથી અને પૂજારાને કોઈ કારણ વગર બહાર કરી દીધો છે.

  • પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ સિલેક્ટર્સ પર ભડક્યા હરભજન સિંહ. 
  • ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ પાસે ચેતેશ્વર પુજારાથી સારો બેટ્સમેન નથી
  • ટીમમાં રહાણેને પસંદ કર્યો નથી અને પૂજારાને કોઈ કારણ વગર બહાર કરી દીધો . 

વર્લ્ડ કપ 2023માં 10 મેચ જીત્યા બાદ ફાઇનલમાં પંહોચીને જ્યારે ટીમ ઈન્ડિયા હારી ત્યારે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા હતા. એ બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકન ટુર પર છે જ્યાં ટી20 અને વનડે સીરિઝ બાદ હાલ ટેસ્ટ સીરિઝ રમી રહી છે. છેલ્લા ત્રીસ વર્ષમાં દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતવાની આ સૌથી મોટી તક માનવામાં આવતી હતી, પરંતુ સેન્ચુરિયનમાં સમાપ્ત થયેલી ટેસ્ટ મેચના ત્રણ દિવસમાં આ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. 

પ્રથમ ટેસ્ટમાં હારનો અર્થ એ છે કે હવે ભારત અહીં સીરિઝ જીતવાનું નથી. પ્રથમ ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની રણનીતિ અને તેના મેનેજમેન્ટની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. શુક્રવારના રોજ, અનુભવી હરભજન સિંહે પણ સિલેક્ટર્સ પર ગુસ્સે થયા છે. 

વાંચવા જેવુ: KBCમાં આવેલા શીતલ દેવી કોણ છે? જાણો હાથ વગર વિશ્વની નંબર 1 તીરંદાજ બનવાની સફર

અનુભવી સ્પિનર ​​હરભજનનું કહેવું છે કે લાલ બોલની ક્રિકેટમાં ભારતીય ટીમ પાસે ચેતેશ્વર પુજારાથી સારો બેટ્સમેન નથી. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમની હાર બાદ ભજ્જીએ પૂજારાને યાદ કર્યા હતા. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો સામે માત્ર 3 દિવસમાં જ ઘૂંટણીયે પડી ગયા હતા. આ ટેસ્ટમાં ન તો ભારતની બેટિંગ અને ન બોલિંગ કામ આવી. પ્રથમ દાવમાં કેએલ રાહુલે ચોક્કસપણે સદી ફટકારી હતી પરંતુ તે પૂરતું ન હતું, જ્યારે બીજી ઈનિંગમાં કોહલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ તેને બીજા છેડેથી સમર્થન મળ્યું ન હતું. 

આ હાર બાદ હરભજન સિંહે કહ્યું છે કે તે સમજી શકતો નથી કે પસંદગીકારોએ પૂજારાને ટીમમાંથી કેમ બહાર કર્યો. ભજ્જી કહે છે કે પૂજારા ધીમે રમે છે પરંતુ તે મેચમાં તમને બચાવે છે. પૂજારાના કારણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં મેચો જીતી છે. હરભજન સિંહે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની પસંદગી ન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. 

ભજ્જીએ કહ્યું કે તમે રહાણેને પસંદ કર્યો નથી અને પૂજારાને કોઈ કારણ વગર બહાર કરી દીધા છે. આ બે બેટ્સમેન છે જેમણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. જો તમે ભૂતકાળના રેકોર્ડ્સ પર નજર નાખો તો તમને ખબર પડશે કે પૂજારાનું યોગદાન કોહલી જેવું જ છે. તેણે કહ્યું કે પૂજારાને કેમ બહાર કરવામાં આવ્યો તે મારી સમજની બહાર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ