બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Half the fee of Dhoni, captain for 27 years, how much does Rituraj Gaekwad earn per month? Know net worth

સ્પોર્ટસ / ધોની કરતાં અડધી ફી, 27 વર્ષે કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડ દર મહિને કેટલા કમાય છે? જાણો નેટવર્થ

Vishal Dave

Last Updated: 07:42 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋતુરાજ ગાયકવાડની IPLમાં એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને હરાજી દરમિયાન 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો ઉત્સાહ અનુભવી રહ્યો છે પરંતુ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા જ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. ગુરુવારે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ 5 વખત આઈપીએલ ટાઈટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ની જગ્યાએ ઋતુરાજ  ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડ 27 વર્ષના છે અને ખૂબ જ ઓછા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે અને ઘણી કમાણી પણ કરી છે. CSKના નવા કેપ્ટન પાસે કરોડોની સંપત્તિ છે.

CSKનો નવો કેપ્ટન 27 વર્ષનો છે

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો છે.. બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતા ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે 2016-17ની રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. IPLમાં તેની એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને હરાજી દરમિયાન 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. હવે તેને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડની આટલી સંપત્તિ છે

ઋતુરાજ  ગાયકવાડની નેટવર્થ કરોડોમાં છે. તેની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેની આઈપીએલની ફી કરોડોમાં છે. તેમની અંદાજિત નેટવર્થ 30 થી 36 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. બીસીસીઆઈના સી કેટેગરીના ખેલાડી રુતુરાજ ગાયકવાડ માત્ર મેચ ફી દ્વારા જ કમાતા નથી, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરી રહ્યા છે.

IPLમાંથી પણ કરોડોની કમાણી

રિપોર્ટ્સ અનુસાર, ઋતુરાજ  ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યો છે. જેમાં ગેમ્સ 24X7, GO Kratos, Mount Road Social, SS ક્રિકેટ કિટ્સ અને અન્ય નામો સામેલ છે. મેચ ફી ઉપરાંત, ઋતુરાજ ગાયકવાડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતો દ્વારા દર મહિને લગભગ 50-60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. IPL 2024 માટે તેની ફી 6 કરોડ રૂપિયા છે. આઈપીએલ કોન્ટ્રાક્ટ, મેચ ફી, એન્ડોર્સમેન્ટની સાથે તેણે સ્ટોક્સ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે, જ્યાંથી તેને જંગી વળતર મળે છે.


આ પણ વાંચોઃ IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર


પુણેમાં લક્ઝરી હાઉસ અને અદભૂત કાર કલેક્શન

કરોડો રૂપિયાની કમાણી કરનાર ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ પાસે પુણેમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે, જેની અંદાજિત કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર સોમેશ્વરવાડીમાં આવેલું છે. CSKના નવા કેપ્ટન ગાયકવાડને  મોંઘી કારનો શોખ પણ છે અને તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઋતુરાજ  ગાયકવાડ કાર કલેક્શનમાં Audi અને BMW M8 જેવી કાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ